Monday, September 26, 2022
Home Gujarat થાઇલેન્ડમાં નોકરીની લાલચે ગયેલા 300 ભારતીય મ્યાંમારમાં બંધક

થાઇલેન્ડમાં નોકરીની લાલચે ગયેલા 300 ભારતીય મ્યાંમારમાં બંધક

  • દિવસમાં 15 કલાક કામ, સાઇબર ક્રાઇમ કરવા મજબૂર કરાય છે
  • કામ કરવાનો ઈનકાર કરવા પર ભારતીયોને ઈલેક્ટ્રિક શોક અપાતા હોવાનો દાવો કરાયો
  • ભારતીયોને અન્ય અલગ અલગ સંપર્કના માધ્યમથી છોડાવવાના પ્રયાસો થઈ રહ્યા

વિદેશમા સુંદર નોકરી મેળવવાનું દરેકનં સપનું હોય છે પણ આજના યુગમાં કેટલાક ધૂતારા અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતાં લોકો તેને આસાન હથિયાર બનાવી લીધું છે અને તેનો શિકાર નોકરીવાંછુઓ સરળતાથી બને છે. હૃદય ધ્રુજાવતી આવી જ એક ઘટના સામે આવી છે. તામિલનાડુના લગભગ 60 લોકો સહિત 300થી વધારે ભારતીયોને મ્યાંમારના મ્યાવાડીમાં એક ગીરોહે બંધક બનાવ્યા છે. આ લોકોને થાઇલેન્ડમા સારી નોકરીની લાલચ આપવામા આવી હતી અને પછી તેમને બંધક બનાવીને તેમની પાસે રોજ લગભગ 15 કલાક સાઇબર ક્રાઇમ કરાવવામાં આવે છે અને જો તેઓ આવી કામગીરીનો ઇનકાર કરે તો ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. અહેવાલમાં જણાવાયા અનુસાર 300 ભારતીય ઉપરાંત અન્ય દેશના કેટલાક લોકો પણ આ રેકેટનો ભોગ બન્યા છે. અહેવાલો અનુસાર બંધકમાથી કોઈકે ગમે તેમ કરીને પોતાના પરિવારને મેસેજ મોકલતાં આ ઘટના પ્રકાશમાં આવી છે. ભારતીયોને બંધક બનાવનારા મલેશિયાઇ ચીની હોવાનું જણાયું છે. આ વિસ્તાર પર મલેશિયાની સરકારનું પણ કશું ચાલતું નથી.

- Advertisement -

SOS મેસેજ બાદ મામલો પ્રકાશમાં આવ્યો અહેવાલ અનુસાર કેટલાક તમિલ બંધકોએ પોતાના પરિવારને ઇમર્જન્સી મેસેજ(SOS) મારફત વીડિયો મોકલ્યો હતો. તેને પગલે પરિવારોએ સત્તાવાળાઓ સમક્ષ પોતાના સંબંધીઓને છોડાવવા અરજીઓ કરી હતી. અહેવાલો અનુસાર દુબઇમા કામ કરતાં એક તમિલ યુવકને પ્રમોશનની લાલચ સાથે મ્યાંમાર ધકેલી દેવાયો છે. અહેવાલો અનુસાર અત્યાર સુધીમા 30થી વધારે ભારતીયોને બચાવી લેવાયા છે અને અન્ય ભારતીયોને અન્ય અલગ અલગ સંપર્કના માધ્યમથી છોડાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!