Monday, September 26, 2022
Home National PM મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં 3 મહત્ત્વના નિર્ણય લેવાયા

PM મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં 3 મહત્ત્વના નિર્ણય લેવાયા

  • સોલાર પીવી મોડ્યુલ ટ્રાન્સ-2 માટેની PLI યોજનાને મંજૂરી આપી દીધી
  • સેમી-કન્ડક્ટર અને ડિસ્પ્લેના ઉત્પાદનને લઇને મહત્ત્વનો નિર્ણય લેવાયો
  • ત્રીજો નિર્ણય રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અંગેનો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજીને લીધેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પીએમના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં આત્મનિર્ભર ભારતની કલ્પનાને પ્રોત્સાહન આપવા માટે 3 નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પીવી મોડ્યુલ ટ્રાન્સ-2 માટેની PLI યોજનાને મંજૂરી આપી દીધી છે.

- Advertisement -

અનુરાગ ઠાકુરે કહ્યું કે આના માટે 19,500 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે. તેમજ PLI સ્કીમ 14 ક્ષેત્રોમાં દાખલ કરવામાં આવી છે. આ યોજનાથી દેશમાં સોલાર પેનલના ઉત્પાદનને વેગ મળશે. તેમણે કહ્યું કે બીજો નિર્ણય સેમી-કન્ડક્ટર અને ડિસ્પ્લેના ઉત્પાદનને લઇને છે. સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પોલિસીને વધુ આકર્ષક બનાવવામાં આવી છે. 2 લાખ લોકોને પ્રત્યક્ષ અને 8 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારી મળશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ત્રીજો નિર્ણય રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અંગેનો છે, જેનું 17 સપ્ટેમ્બરે પીએમ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીની રૂપરેખા રજૂ કરી હતી. તેના દ્વારા સમગ્ર દેશમાં ઉત્પાદનોની સીમલેસ હિલચાલને પ્રોત્સાહન આપીને પરિવહન સાથે સંકળાયેલા ખર્ચમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

લોજિસ્ટિક્સ પોલિસી બહાર પાડતી વખતે વડા પ્રધાને કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ના 13-14 ટકાના વર્તમાન સ્તરથી લોજિસ્ટિક્સ ખર્ચને એકમ અંકમાં લાવવાનો છે. લોજિસ્ટિક્સ પોલિસી હેઠળ યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ (યુલિપ) વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે જે વિવિધ સરકારી અને ખાનગી એજન્સીઓના ફેસિલિટેટર તરીકે કામ કરશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!