Tuesday, September 27, 2022
Home National 100 કિમી લાંબો મોતનો હાઈવે... 2022માં સાયરસ મિસ્ત્રીની કાર સહિત 262 અકસ્માતો

100 કિમી લાંબો મોતનો હાઈવે… 2022માં સાયરસ મિસ્ત્રીની કાર સહિત 262 અકસ્માતો

  • મુંબઈ-અમદાવાદ હાઈવે પરનો 100 કિમીનો રસ્તો ખૂબ જ ખતરનાક
  • આ હાઈવે પર ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું
  • હાઈવે પર જાળવણીનો અભાવ, સલામતીના નિયમોની પણ અવગણના

આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કાર અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મૃત્યુના સમાચારે દેશને હચમચાવી નાખ્યો હતો. સત્તાવાર ડેટા દર્શાવે છે કે આ માત્ર એક ઘટના બની નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, થાણેના ઘોડબંદર અને પાલઘરના દાપચારી વચ્ચેના મુંબઈ-અમદાવાદ હાઈવેના 100 કિલોમીટરમાં રોડ પર આ વર્ષે 262 અકસ્માતો થયા છે, જેમાં ઓછામાં ઓછા 62 લોકોના મોત થયા છે અને 192 લોકો ઘાયલ થયા છે. જો કે, આમાંની ઘણી ઘટનાઓમાં વધુ ઝડપ અને ડ્રાઇવરની ભૂલ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ હાઈવેના 100 કિમીના રોડ પર અકસ્માતોની મોટી સંખ્યા માટે રસ્તાની નબળી જાળવણી, યોગ્ય દિશા-નિર્દેશનો અભાવ અને ઝડપને અંકુશમાં લેવા જેવી બાબતો પણ જવાબદાર છે.

- Advertisement -

મિસ્ત્રીનો જ્યાં અકસ્માત થયો ત્યાં અત્યાર સુધીમાં 25 ગંભીર અકસ્માતો સર્જાયા

મહારાષ્ટ્ર હાઈવે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટી ટોલ પ્લાઝા પાસે જ્યાં સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ કારનો 4 સપ્ટેમ્બરે અકસ્માત થયો હતો, તે જ સ્થળે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 25 ગંભીર અકસ્માતોમાં 26 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, આ જ સમયગાળા દરમિયાન આ 100 કિલોમીટરના રોડ પર ચિંચોટી નજીક 34 ગંભીર અકસ્માતોમાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે મનોર નજીક 10 અકસ્માતોમાં 11 લોકોના મોત થયા હતા. ચારોટી ટોલ પ્લાઝા અને તેનાથી મુંબઈ તરફનો લગભગ 500 મીટરના રોડ એક બ્લેક સ્પોટ છે. આ માર્ગ સૂર્યા નદીના પુલથી પસાર થાય છે, કારણ કે એક ડાયવર્ઝન મુંબઈ તરફ જાય છે, જેના કારણે ત્રણ લેનનો આ માર્ગ સાંકડો થઈને બે લેનનો થઈ જાય છે.

મુંબઈ-અમદાવાદ હાઈવેના આ ભાગમાં સુરક્ષાના નિયમોની અવગણના

ડ્રાઈવરો માટે બ્રિજ પર પહોંચતા પહેલા તેઓને ચેતવણી આપવા માટે કોઈ અસરકારક માર્ગના ચિન્હો અથવા વાહનની સ્પિડ રોકવા માટે રંબલર પણ નથી. અહીં 4 સપ્ટેમ્બરના રોજ મુંબઈના ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે દ્વારા ચલાવવામાં આવતી એક ઝડપી કાર રોડ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વાહનની પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે આગળની સીટ પર બેઠેલા અનાહિતા અને તેમના પતિ ડેરિયસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, એવું લાગે છે કે આ રોડની જાળવણી માટે જવાબદાર લોકો દ્વારા ઈન્ડિયન રોડ કોંગ્રેસની સુરક્ષા માર્ગદર્શિકાની અવગણના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના કાર્યક્ષેત્રમાં આવે છે, પરંતુ જાળવણીની જવાબદારી ખાનગી ટોલ વસૂલ કરતી એજન્સીની છે.

- Advertisement -

માર્ગદર્શિકા મુજબ હાઈવે પર એમ્બ્યુલન્સ, ક્રેન્સ, પેટ્રોલિંગ વાહનો હોવા જોઈએ

અધિકારીએ કહ્યું કે માર્ગદર્શિકા મુજબ હાઇવે પર દર 30 કિલોમીટરના અંતરે એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ-બાય રાખવી જોઈએ. ક્રેન્સ અને પેટ્રોલિંગ વાહનો પણ હાજર હોવા જોઈએ. અધિકારીએ કહ્યું કે માર્ગદર્શિકા મુજબ હાઇવે પર દર 30 કિલોમીટરના અંતરે એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ-બાય રાખવી જોઈએ. ક્રેન્સ અને પેટ્રોલિંગ વાહનો પણ હાજર હોવા જોઈએ. 4 સપ્ટેમ્બરેની અકસ્માતના ઘટના બાદ મહારાષ્ટ્ર પોલીસે સલામતીનાં પગલાં અંગે નિષ્ણાતના અભિપ્રાય માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પત્ર લખ્યો છે. સાથે જ સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટને પણ મહારાષ્ટ્રની હદમાં આવતા હાઇવે પરના તે ભાગનું સેફ્ટી ઓડિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

આઠ રાજ્યોમાં NIAના દરોડા, આસામ-કર્ણાટકમાંથી 13ની ધરપકડ

22 સપ્ટેમ્બરે 106 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી આસામમાં સવારે 5 વાગ્યે દરોડા NIAએ UAPA હેઠળ 5 FIR નોંધી છે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!