Wednesday, September 28, 2022
Home Gujarat મભોયો કર્મીઓની તા. 25થી અનશન આંદોલનની ચીમકી

મભોયો કર્મીઓની તા. 25થી અનશન આંદોલનની ચીમકી

  • સાયલામાં વેતન વધારાની માંગ સાથે ધરણાં
  • તા 20થી કેન્દ્રો બંધ કરાયા બાદ તા.21મીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
  • મધ્યાહ્ન ભોજન કેન્દ્રોના સંચાલક રસોઈયા અને હેલ્પર કર્મીઓની પડતર પ્રશ્નો અંગે રજૂઆત

મધ્યાહન ભોજન કેન્દ્રો પર કામ કરતા કર્મચારીઓને માનદ્દ વેતનના નામે નજીવુ વેતન આપવામાં આવે છે. ત્યારે મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓએ તા. 21ના રોજ મામલતદારને લેખીત રજુઆત તા. 25થી ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે. સમગ્ર રાજયમાં વર્ષ 1984માં મધ્યાહન ભોજન યોજના અમલી બનાવાઈ છે. જેમાં ધો. 1થી 8માં અભ્યાસ કરતા સરકારી શાળાઓના બાળકોને ભોજન અને ગરમ નાસ્તો આપવામાં આવે છે. આ યોજનામાં મોટાભાગે ત્યકતા, વીધવા બહેનો, પછાત વર્ગના લોકો, ગરીબ અને બેરોજગારો ફરજ બજાવે છે. મધ્યાહન ભોજન યોજનામાં સંચાલક, રસોઈયા અને હેલ્પર એમ ત્રણ પોસ્ટ સરકારે ઉભી કરી છે. હાલના મોંઘવારીના સમયમાં પણ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકને રૂપીયા 1600, રસોઈયાને રૂપીયા 1400 અને હેલ્પરને રૂપીયા 500 માસીક માનદ વેતન ચુકવાઈ છે. જે લઘુત્તમ વેતન કરતા ઘણુ જ ઓછુ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. તા. 19ના રોજ ગાંધીનગર ધરણા કરાયા બાદ તા. 20થી સમગ્ર રાજય સાથે જિલ્લાના મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ કરી દેવાયા છે. જયારે તા. 21મીના રોજ સમગ્ર ઝાલાવાડમાં તાલુકાકક્ષાએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નોનો હલ નહી આવે તો તા. 25થી જિલ્લાકક્ષાએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -

સાયલામાં વેતન વધારાની માંગ સાથે ધરણાં

સાયલા તાલુકાના તમામ મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓ ને લઇ અગાઉ આવેદન અપાયા બાદ પણ કોઇ નિર્ણયના આવતા બુધવારે એક દિવસના પ્રતિક ધરણાંનો કાર્યક્રમ કરાયો હતો. મામલતદાર કચેરી સામે પ્રતિક ધરણાં પર બેસેલા તમામ કર્મચારીઓ દ્વારા જયાં સુધી તેમની તમામ માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી પ્રાથમિક શાળાઓમાં ચલાવાતા મધ્યાહન ભોજનના કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!