Monday, September 26, 2022
Home National 2014થી હજુ સુધીમાં જરૂરતમંદોનાં બેન્ક ખાતાંમાં 25 ટ્રિલિયન જમા કર્યાં

2014થી હજુ સુધીમાં જરૂરતમંદોનાં બેન્ક ખાતાંમાં 25 ટ્રિલિયન જમા કર્યાં

  • DBT સ્કીમથી 2.2 ટ્રિલિયન રૂપિયા ખોટા હાથમાં જતા બચાવી લેવાયાં
  • DBT સ્કીમમાં છેલ્લા અઢી વર્ષમાં 56 ટકા જેટલો વધારો થયો
  • 2019-20માં DBT સ્કીમ હેઠળ 3 ટ્રિલિયન રૂપિયા ટ્રાન્સફર કર્યા

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં લાખો લાભાર્થીઓના બેન્ક ખાતામાં પૈસા સીધા જ ટ્રાન્સફર કરવાનો રેકોર્ડ બન્યો છે. વર્ષ 2014 થી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સ્કીમનો આંકડો 25 ટ્રિલિયન રૂપિયાના આંકને પાર થઇ ગયો છે. આ સ્કીમ સાથે નવા-નવા લાભાર્થીઓ જોડાવાને કારણે DBT વર્ષોવર્ષ સતત વધી રહ્યું છે. વર્ષ 2019-20માં DBT સ્કીમ હેઠળ 3 ટ્રિલિયન રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જ્યારે વર્ષ 2021-22માં તે વધીને 5.5 ટ્રિલિયન થઇ ગયું હતું. જ્યારે અંતિમ નાણા વર્ષમાં તે 6.3 ટ્રિલિયન રૂપિયા રહ્યું હતું.

- Advertisement -

વર્તમાન નાણા વર્ષના છ મહિના કરતા પણ ઓછા સમયમાં હજુ સુધીમાં 2.35 ટ્રિલિયન રૂપિયા જેટલી માતબર રકમ લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધી જમા કરાવાઇ છે. તેનો અર્થ એમ થાય છે કે વર્ષ 2014થી શરૂ થયેલી ડીબીટી સ્કીમમાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન 56 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સરકાર આ સ્કીમને આફતમાં લોકોની મદદ માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બનાવી રહી છે. ખાસ કરીને 2020ના માર્ચ મહિનામાં આવેલી કોરોના મહામારીમાં તેનો સારી રીતે ઉપયોગ કરાયો હતો. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે DBT કોવિડમાં લોકો માટે રક્ષક બની હતી. તેમને સરકાર પાસેથી સીધા તેમના બેન્ક ખાતામાં પૈસા મળ્યા હતા. અંતિમ નાણા વર્ષમાં લગભગ 73 કરોડ લોકોેએ DBT સ્કીમનો ફાયદો ઉઠાવ્યો હતો જ્યારે 105 કરોડ લોકોએ અન્ય માધ્યમો મારફત DBTનો લાભ મેળવ્યો હતો. સાથે જ સરકારનો આ દાવો પણ છે કે DBT સ્કીમથી 2.2 ટ્રિલિયન રૂપિયા ખોટા હાથમાં જતા બચાવી લેવાયા છે. સરકારે બેન્ક ખાતાઓને આધાર સાથે લિન્ક કરાવ્યા હતા જેથી કરીને રકમનો દુરુપયોગ ન થઇ શકે.

યોજનાના દાયરામાં સતત વધારો થયો

ઉલ્લેખનીય છે કે 53 કેન્દ્રીય મંત્રાલયોની 319 યોજના આ DBT સાથે જોડાયેલી છે, તેમાં એલપીજી પાયલ સ્કીમ, મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, જાહેર વિતરણ પ્રમાણી, ખાદ એવં ઉર્વરક યોજના, પીએમ આવાસ યોજના, ઘણીબધી સ્કોલરશિપ યોજનાઓ, નેશનલ સોશિયલ આસિસ્ટન્સ યોજનાઓ સામેલ છે.ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારે વર્ષ 2013-14માં DBT સ્કીમનો પાયલટ પ્રોજેક્ટ તરીકે પ્રારંભ કર્યો હતો. તે બાદ નરેન્દ્ર મોદી સરકારે 2014-15માં સ્કીમનો દાયરો વધાર્યો હતો. 2017-18માં DBT સ્કીમે 1.9 ટ્રિલિયનનો આંકડો પાર કર્યો હતો અને 2019-20 સુધીમાં તેમાં ઘણી અન્ય સ્કીમ જોડવામાં આવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!