Saturday, October 1, 2022
Home Gujarat સાંડેસરા જૂથની જંબુસર ખાતેની સ્ટર્લિંગ સેઝનું 20મીએ ઇ-ઓકશન

સાંડેસરા જૂથની જંબુસર ખાતેની સ્ટર્લિંગ સેઝનું 20મીએ ઇ-ઓકશન

  • નીતિન, ચેતન સાંડેસરાએ બેંકોનું રૂ.15 હજાર કરોડનું ફુલેકું ફેરવ્યું હતું
  • જિન્દાલ પોલી ફિલ્મ્સ અને અર્હમ સ્માર્ટ ઇનોવેશન્સ કંપની વચ્ચે સ્પર્ધા
  • સ્ટર્લિંગ બાયોટેક લિ.ને અમેરિકન કંપની પરફેક્ટ ડેએ ખરીદી

બેંકો અને નાણાં સંસ્થાઓ સાથે રૂ.15 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર નિતીન અને ચેતન સાંડેસરાની ભરૂચ જિલ્લાના જંબુસરમાં આવેલી સ્ટર્લિંગ એસઇઝેડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.નું ઇ ઓકશન આગામી તા.20મીએ થશે. આ કંપનીને હસ્તગત કરવા માટે નવીદિલ્હી સ્થિત બી.સી.જિંદાલ જૂથની જિન્દાલ પોલી ફિલ્મ્સ અને ગુજરાતની અર્હમ સ્માર્ટ ઇનોવેશન્સ એલએલપી વચ્ચે સ્પર્ધા છે. જો બીડિંગ પ્રક્રિયામાં કોઇ ફેરફાર ન થાય તો 21મીએ આ કોણ સફળ બીડર રહ્યું છે તે જાહેર કરાશે. સ્ટર્લિંગ એસઇઝેડના લિક્વિડેટરે ગત તા.28મી જુલાઇના રોજ જંબુસર વિસ્તારમાં 3120 એકરમાં આવેલા આ એસઇઝેડ કંપનીને ઇ ઓકશન માટે મંજૂરી આપી હતી. જે માટે રૂ.487.80 કરોડ રિઝર્વ કિંમત રાખવામાં આવી છે. સ્ટર્લિંગ સેઝની લેણદાર કંપની શ્રોઇ ઇન્ફ્રાસ્ટ્રકચરને નાણાં ન મળતાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઇ બેન્ચમાં સ્ટર્લિંગ સેઝને ફડચામાં લઇ જવા માટે 2018ની 16મી જુલાઇએ અરજી કરી હતી. જે અંગેનો નિર્ણય 18મી ઓકટોબર 2021 રોજ લેવામાં આવ્યો હતો.

- Advertisement -

સ્ટર્લિંગ બાયોટેક લિ.ને અમેરિકન કંપની પરફેક્ટ ડેએ ખરીદી

સ્ટર્લિંગ જૂથની ત્રણ કંપનીઓ સ્ટર્લિંગ બાયોટેક લિ., સ્ટર્લિંગએસઇઝેડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ. અને સ્ટર્લિંગ ઇન્ટરનેશનલને ફડચામાં લઇ જવાઇ છે. જેમાં ગત 4 એપ્રિલના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકા અને તામિલનાડુના ઉટી ખાતે પ્લાન્ટ ધરાવતી સ્ટર્લિંગ બાયોટેક લિ.નું સફળ ઓકશન થયું હતું. આ ઓકશનમાં અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ફૂડ ટેકનોલોજી સ્ટાર્ટઅપ પરફેક્ટ ડે ઇન્કોર્પોરેશને રિઝર્વ કિંમત રૂ.548.86 કરોડની સામે રૂ.638 કરોડની બોલી લગાવીને હસ્તગત કરી હતી.સ્ટર્લિંગ બાયોટેક સામે રૂ.8100 કરોડનું દેવું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!