Saturday, October 1, 2022
Home National 200 હથિયારધારીઓનો પોલીસ સ્ટેશન પર હુમલો, ઘણા કર્મીઓ ઘાયલ

200 હથિયારધારીઓનો પોલીસ સ્ટેશન પર હુમલો, ઘણા કર્મીઓ ઘાયલ

  • ઓડિશાના ગજપતિ જિલ્લામાં ટોળાએ હોબાળો મચાવ્યો
  • વિરોધ કરવા પોલીસ સ્ટેશન પર હથિયારો લઈ તૂટી પડ્યા
  • પોલીસ કર્મચારીઓને માર માર્યા હતો અને તોડફોડ કરી

ઓડિશાના ગજપતિ જિલ્લામાં ગાંજાની દાણચોરીના આરોપમાં સ્થાનિક યુવકની ધરપકડ કરાઈ હતી, જેના વિરોધમાં મંગળવારે લગભગ 200 લોકો બળજબરી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો. ઘટનાસ્થળે હાજર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં ઓછામાં ઓછા આઠ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બેને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, વિરોધીઓ પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજાને તોડીને ઘૂસી ગયા હતા, પોલીસ કર્મચારીઓને માર માર્યા હતો અને તોડફોડ કરી હતી.

- Advertisement -

સાત-આઠ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં ઘૂસેલા લોકો પાસે હથિયાર હતા. આ દરમિયાન ઓછામાં ઓછા સાત-આઠ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દેખાવકારોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે દરમિયાન પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે પોલીસે સોમવારે રાત્રે ઝરણાપુર ગામના એક યુવકની ખોટા આરોપમાં ધરપકડ કરી છે. આ પ્રદર્શનકારીઓએ યુવકને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી.

દસ્તાવેજોનો નાશ કરાયો

ઉશ્કેરાયેલા ટોળાએ પરિસરનો ગેટ તોડીને પોલીસ સ્ટેશનમાં ઘૂસી જતાં પરિસ્થિતિ વણસી હતી. દેખાવકારો ગુસ્સે થઈ ગયા અને પોલીસ સ્ટેશનની અંદર અનેક પોલીસકર્મીઓને માર માર્યો. હુમલા દરમિયાન ઓફિસની ઘણી વસ્તુઓ જેમ કે સ્ટેશનરી, દસ્તાવેજોનો નાશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!