Saturday, October 1, 2022
Home National 2 સાયકો કિલરનું તાંડવ, 40 કિ.મી.માં 11 લોકોને ગોળી મારી, ઘણા ગંભીર

2 સાયકો કિલરનું તાંડવ, 40 કિ.મી.માં 11 લોકોને ગોળી મારી, ઘણા ગંભીર

  • બિહારના બેગૂસરા જિલ્લામાં બનેલો બનાવ
  • ગોળીબારીની ઘટનામાં 10 લોકોને ઈજા થઈ
  • એકનું મૃત્યુ, પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી

બિહારના બેગૂસરાય જિલ્લામાં 2 સાઈકો કિલરે તાંડવ મચાવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ બે સાઈકો કિલરે 11 લોકોને ગોળીમારી હોવાની ઘટના સામે આવી છે. અહીંના ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તારના થર્મલ ગેટ નજીક ફરી રહેલા આ સાઈકો કિલરે 11 લોકોને ગોળી મારી દીધી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. બાઈક પર આવેલા સાઈકો શૂટર્સે 11 લોકોને ગોળી મારીને પટણાના મોકામા તરફ ફરાર થઈ ગયા છે. આ શૂટર્સની સામે જે પણ આવે છે તેને તેઓ નિશાન બનાવતા ગયા. આ ગંભીર ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે ગોળી વાગવાથી એકનું મૃત્યુ નિપજ્યું છે. આ ઘટના બાદ પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે. જો કે બેગુસરાયના એસપીએ 10 લોકોને ગોળી મારવાની વાત કહી છે.

- Advertisement -

40 કિમીમાં 11 લોકોએ ગોળી મારી

- Advertisement -

સાંજે લગભગ છ વાગ્યાથી બાઇક પર સવાર બે સાઇકો અપરાધીઓ બંદૂકમાંથી ગોળી મારતા-મારતા બેગુસરાય જિલ્લાના બરૌની પોલીસ સ્ટેશન વિસ્તારથી તેઘરા પોલીસ સ્ટેશન અને બછવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગળ વધતા ગયા. રસ્તાના કિનારેથી જઈ રહેલા 11 લોકોને ગોળી મારી અને સતત ગોળીબાર કરતા રહ્યા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બંને સાયકો શૂટર્સ નશાની હાલતમાં હતા અને બંને ફાયરિંગ કરી રહ્યા હતા. તો બીજી તરફ બંનેને પોલીસ દ્વારા અસ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને સાયકો ગુનેગારોએ 40 કિલોમીટરની અંદર અલગ-અલગ જગ્યાએ 11 લોકોને ગોળી મારી હતી. 11 લોકોને ગોળી માર્યા બાદ બંને ગુનેગારો રાજેન્દ્ર પુલ થઈને પટનાના મોકામા તરફ ભાગી ગયા હતા. પોલીસ ગુનેગારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!