Tuesday, September 27, 2022
Home Gujarat રાજકોટના ભાદર ડેમ 1ના 15 દરવાજા ખોલાયા

રાજકોટના ભાદર ડેમ 1ના 15 દરવાજા ખોલાયા

  • વહીવટી તંત્રએ નિચાણવાળા ગામોને કર્યા સાવચેત
  • રાત્રે 12 વાગ્યે ડેમના 15 દરવાજા ખોલાયા
  • સતત પાણીની આવકને પગલે ભાદર ડેમ ઓવરફ્લો

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા આજે ડેમ છલોછલ થઇ ગયો છે અને તેના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી 22 ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા તંત્ર તરફથી સુચના આપવામાં આવી છે.

- Advertisement -

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ ગયેલો હોવાથી ગતરાત્રીના 12 વાગ્યે ડેમના 15 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. આથી વહીવટી તંત્ર દ્વારા નિચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભાદર ઉપરાંત સૌરાષ્ટ્રના આજી અને ન્યારી ડેમમાં પણ પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભાદર ડેમ રાજકોટ ઉપરાંત જેતપુર અને ગોંડલ પંથકમાં પીવાના પાણીની જરૂરિયાત અને સાથે ખેતીની સિંચાઈ માટે પણ મુખ્ય આધારસ્તંભ છે. ભૂશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ ભાદર ડેમ ભૌગોલિક સ્થિતિએ રકાબી આકારે હોવાથી ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થાય છે. જેના લીધે આસપાસની નદીઓ અહીં ડેમમાં ઠલવાતી હોય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો, 4 શહેરમાંથી 15ને દબોચ્યા

દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકો ઝડપાયા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!