Sunday, September 25, 2022
Home Gujarat અમદાવાદ શહેરમાં ઝાડા અને ઊલટીના 150, કમળાના 78, ફ્લૂના 142 કેસ

અમદાવાદ શહેરમાં ઝાડા અને ઊલટીના 150, કમળાના 78, ફ્લૂના 142 કેસ

  • ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી
  • ટાઈફોઈડના 137, મેલેરિયાના 72, ડેન્ગ્યૂના 217, ચીકન ગુનિયાના 15
  • ઈસનપુર, સહિત પૂર્વના પટ્ટાના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે.

અમદાવાદમાં ચોમાસું શરૂ થવા સાથે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે અને તા. 10 સપ્ટેમ્બર સુધીમાં ઝાડા- ઊલટીના 150 કમળાના 78અને ટાઈફોઈડના 137 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં સીઝનલ ફ્લુના 142 કેસ નોંધાયા છે અને જાન્યુઆરીથી તા. 11 સપ્ટેમ્બર સુધીમાં સીઝનલ ફ્લુના 913 દર્દી નોંધાયા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં નોંધાયેલા રોગચાળાની સરખામણીએ ચાલુ વર્ષે તા. 10 સપ્ટેમ્બર સુધીમાં ઝડા-ઊલટીના કેસમાં બમણો વધારો થયો છે. આગામી દિવસોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે. ગત વર્ષે ઓગસ્ટમાં મહિનામાં ઝાડા- ઊલટીના 359 કેસ હતા. જ્યારે ચાલુ વર્ષે તા. 10 સપ્ટેમ્બર સુધીમાં ઝાડા- ઊલટીના 150, કમળાના 78 અને ટાઈફોઈડના 137 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે તા. 10 સપ્ટેમ્બર સુધીમાં સાદા મેલેરિયાના 72 ડેન્ગ્યૂના 217 ફાલ્સિપારમના 6 અને ચિકન ગુનિયાના 15 કેસ નોંધાયા છે. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે તેમજ ગંદકી અને કાચવ- કીચડ થવાને કારણે પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે અને પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. શહેરના મધ્ય ઝોન, પૂર્વના વિસ્તારોમાં પાણીમાં પોલ્યુશનની વ્યાપક ફરિયાદો જોવા મળી રહી છે અને ખાડિયા, શાહપુર, દરિયાપુર, બાપુનગર, ખોખરા, ઓઢવ, લાંભા, ઈસનપુર, સહિત પૂર્વના પટ્ટાના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

Recent Comments

- Advertisment -
error: Content is protected !!