Monday, September 26, 2022
Home Gujarat સોનાના 1,300 કરોડની દાણચોરી : ઉદ્યોગપતિ સહિત 21 સામે મેટ્રો કોર્ટમાં ફરિયાદ

સોનાના 1,300 કરોડની દાણચોરી : ઉદ્યોગપતિ સહિત 21 સામે મેટ્રો કોર્ટમાં ફરિયાદ

  • અમદાવાદના એરપોર્ટ પરથી છ વર્ષમાં 4,910 કિલો સોનું ઘુસાડાયેલું
  • કસ્ટમ એક્ટ હેઠળ કરેલી ફરિયાદમાં આરોપીઓ પાસેથી રૂ. 433 કરોડ ભરવાના કાઢયા
  • કસ્ટમને 4900 કિલો સોનાની દાણચોરીના પુરાવા મળેલા

સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી છ વર્ષમાં તબક્કાવાર રૂ.13,10,36,90,826નું 4,910 કિલો સોનું અત્યંત સિફતપૂર્વક શહેરમાં ઘુસાડવાના કેસના વધુ 21 આરોપીઓને સામે કસ્ટમ્સ સત્તાવાળાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી છે. જ્યારે અગાઉ ચાર જણા સામે કસ્ટમ વિભાગે ફરિયાદ કરી હતી. કસ્ટમ વિભાગ દ્વારા આરોપીઓ સામે કસ્ટમ ડયુટી ચોરી સહિતની કસ્ટમ એકટ હેઠળ કરેલી ફરિયાદમાં રૂ.433,65,23,100 ભરવાના કાઢયા હતા.જયારે ગુજરાતમાંથી દુબઈમાં સોનાની દાણચોરી કરવા માટે છ વર્ષમાં કુલ રૂ.1300.10 કરોડ રોકડાના હવાલા પાડવામાં આવ્યા હતા.જેના પગલે એન્ફોસમેન્ટ ડિરેકટોરેટ પણ તપાસમાં ઝપાલાવ્યુ હોવાનું જાણવા મળે છે. આ કૌભાંડમાં પકડાયેલા આઠ વધુ આરોપીઓની કસ્ટમ વિભાગે ધરપકડ કર્યા બાદ કોફેપોસા હેઠળ અટકાયત કરી હતી. જો કે, કસ્ટમ વિભાગે પકડેલા ફાયનાન્સર , સોનાની ખરીદી કરનાર સહિત અન્યો સામે હવે મંજૂરી આપી દીધી છે. બીજી તરફ રૂતુગા ત્રિવેદી સહિતના આરોપી ધંધા માટે વિદેશ જવા કોર્ટમાંથી પાસપોર્ટ મેળવ્યો છે.

- Advertisement -

સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં બેગેજ હેન્ડલરની ફરજ બજવનારો યુવક આઠ કરોડ રૂપિયાની કિંમતનું 24.5 કિલો સોનું દાણચોરીથી બહાર લઈ જતા ગતતા.4-6-2019ના રોજ પકડાયો તે ઘટના તો તે એરપોર્ટ પરથી સિફતપૂર્વક છેલ્લા કેટલાય વર્ષોથી સોનાની બેરકટોક દાણચોરી કરતો હતો તે હિમશીલાની ટોચ સમાન ગણવાય છે. બેગેજ હેન્ડલર જિજ્ઞેશ સાવલિયાએ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, પાછલા છ વર્ષમાં તેણ રૂ.13.10 કરોડની કિંમતનું 4910 હજાર કિલો જેટલું અધધ સોનું બિન્દાસ્ત દાણચોરીથી શહેરમાં ઘુસાડયુ હતુ. શહેરના જ એક જવેલર્સ રૂતુગા ત્રિવેદી માટે તે આ સોનું સપ્લાય કરતો હતો. નિકોલમાં રહેતા અને એરપોર્ટમાં ગ્રાઉન્ડ હેન્ડલીંગમાં ફરજ બજાવતા જીગ્નેશ સાવલિયાએ આપેલી માહિતી અને તેના ઘરે સર્ચ કરતા અત્યાર સુધી સોનાનો જથ્થો માણેકચોકમાં અખંડજયોત જવેલર્સના રૂતુગાને પહોંચાડવામાં આવતો હતો. કસ્ટમ્સ વિભાગે આ કૌભાંડમાં વ્રીજેશ રાવલ ઉર્ફે વિજય, જીતેન્દ્ર રોકડ, મેહુલ ભીમાણી , દિવ્યા કિશોર ભુડીયા, પ્રમોદગીરી ગોસ્વામીની તબક્કાવાર ધરપકડ કરાઈ હતી. કસ્ટમ વિભાગ દ્વારા કોર્ટમાં રૂતુગા ત્રિવેદી, જિજ્ઞેશ સાવલિયા, લોકેશ શર્મા અને દિવ્યા કિશોર ભુડીયા સામે કસ્ટમ એકટની કલમો હેઠળ ફરિયાદ કરી હતી. જયારે મોટા ઉદ્યોગપતિ સહિત 21 જણા સામે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપતા મેટ્રપોલીટન કોર્ટમાં ફરિયાદ કરી છે.

સોનાની દાણચોરીના મુખ્ય સૂત્રધાર રૂતુગા ત્રિવેદીના ત્યાં કામ કરતી નીતા સી. પરમારના ત્યાંથી દાણચોરીના નાણાંની ચિઠ્ઠીઓ મળી હતી.જેમાં એરપોર્ટ ઉપર સોનું બહાર કાઢવામાં મદદ કરનાર જીજ્ઞેશને એક કિલો સોનાના રૂ.10 હજાર આપતા હતા.જેના ઈ-મેઈલ ઉપર મોકલવામાં આવેલ હિસાબો મળ્યા હતા. જયારે જીતેન્દ્ર રોકડ, મેહુલ ભીમાણી , પ્રમોદગીરી ગોસ્વામીને સોનાનો કેટલો જથ્થો આપ્યો તેના ઈ-મેઈલ પર હિસાબો મળી આવ્યા હતા. નીતા પરમારે ઈ-મેઈલમાં જેઆર અને એમબી નામે હિસાબ રાખ્યા હતા. જીતેન્દ્ર રોકડ દાણચોરીથી સોનું લાવવા માટે હવાલાથી નાણાં દુબઈ ટ્રાન્સફર કરતા હોવાના પણ પુરાવા મળી આવ્યા છે.

કોની સામે ફરિયાદ કરવામાં આવી વિજય શંકરલાલ રાવલ ઉર્ફે વિજય, નીતા ચુનીલાલ પરમાર, પ્રમોદગીરી પ્રેમગીરી ગોસ્વામી, જીતેન્દ્રકુમાર ધનજીભાઈ રોકડ, મેહુલ રસિકભાઈ ભીમાણી, હિના રૂતુગ્ના ત્રિવેદી, ધર્મજ્ઞ અરવિંદકુમાર ત્રિવેદી, ભાર્ગવ કનુભાઈ તંતી, બીરેન્દ્ર સિંહ યાદવ, મુકેશકુમાર ભાઈશંકરભાઈ ત્રિવેદી, વિપુલ જોષી, દિલીપગીરી પ્રેમગીરી ગોસ્વામી, ધર્મેશકુમાર હરિયાણી, હર્ષદભાઈ કાંતિભાઈ સાવલીયા, લલિત જૈન, રાજેશ બી બાંભરોલિયા, વ્યોમેશ વિનોદરાય પટેલ, વિરેન્દ્ર બી પટેલ, જીગર કાપડિયા, તેજસ કનુભાઈ દયાતર અને વિમલ શાહનો સમાવેશ થાય છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!