Wednesday, September 28, 2022
Home Gujarat ભૂલથી 116 અબજ જમા થયા, વેપારીએ 30 મિનિટમાં પાંચ લાખ કમાઈ લીધા

ભૂલથી 116 અબજ જમા થયા, વેપારીએ 30 મિનિટમાં પાંચ લાખ કમાઈ લીધા

  • ડીમેટ એકાઉન્ટની ક્ષતિનો વેપારીએ શેરબજારમાં રોકાણથી લાભ લીધો
  • રકમ ક્યાંથી આવી તે વેપારીને પણ ખબર નથી
  • રકમ પરત પણ ખેંચાઈ ગઈ

શહેરના બાપુનગરમાં રહેતા ધો.7 સુધી અભ્યાસ કરનાર એક વેપારીના ડીમેટ એકાઉન્ટમાં ભૂલથી 116 અબજથી પણ વધુ રકમ જમા થઇ ગઇ હતી. આ જોઇને વેપારી ચોંકી ઉઠયો હતો પરંતુ વેપારીએ બુદ્વિ વાપરીને 30 મિનિટ માટે બે કરોડ જેટલા રૂપિયા શેરબજારમાં ઇન્વેસ્ટ કરીને રૂ.5.64 લાખ કમાયા હતા. બાદમાં 116 અબજ રકમ એકાઉન્ટમાંથી પરત પણ જતી રહી છે. આ પૈસા ક્યાંથી આવ્યા તે અંગે વેપારીને પણ હજુ સધી જાણ નથી.

- Advertisement -

મૂળ પોરબંદરના વતની અને છેલ્લા 17 વર્ષથી બાપુનગરમાં રહેતા રમેશભાઇ સગર ધો.7 પાસ છે. તે એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રમેશભાઇ છેલ્લા પાંચ વર્ષથી શેરબજારનું ટ્રેડીંગ કરે છે. ગત 26 જુલાઇએ સવારે 9.30 વાગ્યે રોજની જેમ શેરબજારમાં ટ્રેડીંગ કરવા બેઠો હતો. 2થી 3 સોદા માર્કેટમાં કર્યા ત્યારે શેરબજારમાં મૂવમેન્ટ વધારે ન હતી. આ પછી 11.30 વાગ્યે તે ફરીથી ટ્રેડીંગ કરવા શેરબજારની એપ ખોલતા રૂ.116 અબજ બેલેન્સ બતાવતા વેપારીને આંખો પહોળી થઇ ગઇ હતી. વેપારીને વિચાર આવ્યો કે, આ રકમ ભૂલથી મારા એકાઉન્ટમાં આવી ગઇ છે જેથી થોડીવાર પછી આ રૂપિયા પરત બેન્ક લઇ લેશે. પરંતુ આ રૂપિયાનું થોડા સમય માટે શેરબજારમાં રોકાણ કરીને જે પ્રોફિટ થાય તે લઇ લેવું બાકીના પૈસા પાછા કરીશું તેવું વિચારીને તેણે 116 અબજ રૂપિયામાંથી બે કરોડનું 12 વાગ્યે શેરબજારમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું. બાદમાં 12.30 વાગ્યે પ્રોફિટ બુક કરી લીધો હતો. સાંજના 8 વાગ્યે સેટલમેન્ટ થયું ત્યારે બે કરોડની સામે 5.64 લાખ રૂપિયા પ્રોફિટ મળ્યો હતો. જે પૈસા હાલમાં તેણે બિઝનેસમાં ઉપયોગ કર્યો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!