Tuesday, September 27, 2022
Home National આદિવાસી સંગઠનોના 1100 લોકો હથિયાર મૂકીને મુખ્યધારામાં જોડાયા : અમિત શાહ

આદિવાસી સંગઠનોના 1100 લોકો હથિયાર મૂકીને મુખ્યધારામાં જોડાયા : અમિત શાહ

  • કેન્દ્ર-આસામ સરકારે 8 આદિવાસી સંગઠનો સાથે શાંતિ સમજૂતી કરી
  • 10 વર્ષથી ચાલી રહેલી શાંતિ સમજૂતીને ઔપચારિક રૂપ અપાયું
  • ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સમજૂતી પર હસ્તાક્ષર કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને આસામની સરકારે આઠ આદિવાસી સંગઠનો સાથે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. તે પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે આસામ અને પૂર્વોત્તર માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે. પૂર્વોત્તરના વિકાસ માટે મોદી સરકાર આ પહેલ કરી રહી છે. આસામના આદિવાસી સંગઠનોના લગભગ 1 100 લોકો હથિયાર મૂકીને મુખ્યધારામાં જોડાઇ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે પૂર્વોત્તર ક્ષેત્ર નશામુક્ત, આતંકવાદમુક્ત, વિવાદમુક્ત અને પૂર્ણ વિકસિત બને. મોદી સરકાર આ દિશામાં કામ કરી રહી છે. જે આઠ સંગઠનો સાથે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા તેમાં બિરસા કમાન્ડો, આદિવાસી પીપલ્સ આર્મી, આસામની કોબરા મિલિટ્રી, સાંથાલી ટાયગર ફોર્સનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ત્રણ સંગઠનોએ પણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

- Advertisement -

છેલ્લા 10 વર્ષથી શાંતિ વાટાઘાટો ચાલી રહી હતી

પૂર્વોત્તરના આ આદિવાસી સંગઠનો સાથે છેલ્લા 10 વર્ષથી શાંતિ વાટાઘાટો ચાલી રહી હતી. આખરે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરીને ઔપચારિકતા પૂરી કરવામાં આવી છે. બિરસા કમાન્ડો ફોર્સ, આદિવાસી પીપલ્સ આર્મી, ઓલ આદિવાસી નેશનલ લિબરેશન આર્મી, આદિવાસી કોબરા મિલિટ્રી અને સાંથાલી ટાયગર ફોર્સ વર્ષ 20 12થી સરકાર સાથે સંઘર્ષવિરામનું પાલન કરી રહ્યા છે. ત્યારથી ઉગ્રવાદી સંગઠનના સભ્યો નક્કી થયેલી છાવણીઓમાં રહે છે અને સરકાર તેમની દેખભાળ કરે છે.

બે ઉગ્રવાદી સંગઠનોના 246 બળવાખોરોએ હથિયાર છોડ્યા

આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સમજૂતી સધાયા પછી જણાવ્યું હતું કે આ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થતાં આસામમાં શાંતિ અને સદભાવના એક નવા યુગનો આરંભ થયો છે. ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરીના રોજ રાજ્યના બે ઉગ્રવાદી સંગઠનોના 246 બળવાખોરો હથિયાર ત્યજીને મુખ્યધારામાં સામેલ થયા હતા.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!