Wednesday, September 28, 2022
Home National ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયું | પૂંછમાં બસ ખીણમાં ખાબકતા 11ના મોત

ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયું | પૂંછમાં બસ ખીણમાં ખાબકતા 11ના મોત

ગુજરાતના દરિયામાંથી ATS અને કોસ્ટગાર્ડે સંયુકત ઓપરેશન હાથ ધરીને 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તો જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બસ ખીણમાં ખાબકતા 11 લોકોના મોત થયા છે સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમો તૈનાત કરાઈ

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વાત કરી છે. જેને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને ભારે વરસાદવાળા વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. જેથી તાકીદની પરિસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાય.

વધુ વાંચો: ગુજરાત ATS-કોસ્ટગાર્ડે મધદરિયેથી 200 કરોડનું ડ્રગ્સ પકડ્યું

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ પાછળ નાઈજીરિયન ગેંગ જવાબદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

- Advertisement -

વધુ વાંચો: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બસ ખીણમાં પડી, 11 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મંડી જિલ્લાના સાવજિયામાં મીનીબસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. લેફ્ટનન્ટ ગવર્નરે મીનીબસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

વધુ વાંચો: ગોવા કોંગ્રેસમાં ભંગાણના એંધાણ: 8 MLA ભાજપમાં સામેલ થવાનો BJPનો દાવો

ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ દાવો કર્યો છે કે કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે.

વધુ વાંચો: બિહારમાં ખોફનાક ઘટના: 40 મિનિટ નિ:શસ્ત્ર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ

બિહારના બેગુસરાઈમાં ગુનેગારોએ આતંકવાદીઓની જેમ નિઃશસ્ત્ર અને નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા. આ દરમિયાન તેમણે હાઈવે પર અંધાધૂંધ ફાયરિંગ કરીને ભયનો માહોલ સર્જ્યો હતો. જે કોઈ તેમની સામે આવ્યું તેને ગોળી મારી દેવામાં આવી. આ ફાયરિંગમાં ચંદન નામના એક નિર્દોષનું પણ મોત થયું હતું. આ સિવાય 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પરંતુ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ ક્યાંય જોવા મળી ન હતી.

વધુ વાંચો: જાણો, સોશિયલ મીડિયા પર વાયરલ રિસાઇ ગયેલા શિક્ષક કોણ છે?

શાળાના દિવસોને યાદ કરતી વખતે મોટાભાગના લોકો ચોક્કસપણે એક વાત યાદ રાખે છે. એટલે કે તેમના કયા શિક્ષકો કેટલા કડક હતા અને તેઓ કેવા પ્રકારની સજા આપતા હતા. પરંતુ અત્યારે એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે કાશ તેમની શાળા અને તેમના શિક્ષકો પણ આવા હોત.

વધુ વાંચો: મહારાણી એલિઝાબેથનો નશ્વર દેહ બકિંગહમ પેલેસ પહોંચ્યો

ક્વીન એલિઝાબેથ દ્વિતીયનો મૃતદેહ મંગળવારે લંડનના બકિંગહામ પેલેસ પહોંચ્યો હતો. બ્રિટનના સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથના નશ્વર દેહ મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન પહોંચ્યા હતા. તેમના નશ્વર દેહને બકિંગહામ પેલેસમાં રાખવામાં આવશે. રાણીના મૃતદેહને બકિંગહામ પેલેસના બો રૂમમાં રાખવામાં આવશે, જ્યાં રાજવી પરિવારના સભ્યો તેમને શ્રદ્ધાંજલિ આપશે. બુધવારે અંતિમયાત્રા કાઢવામાં આવશે, જે અંતર્ગત રાણીના નશ્વર દેહને બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર એબી (સંસદ સંકુલ) લઈ જવામાં આવશે.

વધુ વાંચો: સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની આજે થશે પૂછપરછ

દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આજે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરશે. EOW એ સોમવારે જેકલીનને તપાસમાં જોડાવા માટે નવું સમન્સ જારી કર્યું હતું. જેમાં તેમને બુધવારે એટલે કે આજે 14 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો: આખરે હાથ જોડ્યા…ઉર્વશીએ કહ્યું I Am Sorry…પંત સાથેના વિવાદનો અંત!

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સતત ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેનો એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયો એક ઈન્ટરવ્યુનો હતો, જેમાં ઉર્વશી રૌતેલાએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા સ્ટોરી સંભળાવી હતી. જેમા તેણે મિસ્ટર આર.પીનું નામ લીધું હતું પણ ફેન્સ તેને ઋષભ પંત માની રહ્યા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર બંને વચ્ચે નામ લીધા વગર કોલ્ડ વૉર ચાલી રહ્યું હતું. એશિયા કપમાં ભારતની મેચ દરમિયાન ઉર્વશી પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!