Wednesday, September 28, 2022
Home International પાકિસ્તાનમાં ઘઉં અને લોટના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો

પાકિસ્તાનમાં ઘઉં અને લોટના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો

  • પૂરથી પ્રભાવિત પાકિસ્તાનમાં ઘઉં અને લોટ મોંઘા થયા છે
  • ઘઉં અને લોટના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો થયો
  • 120 થી 125 રૂપિયા (પાકિસ્તાની) પ્રતિ કિલોમાં લોટ વેચાઈ રહ્યો છે

પાકિસ્તાનમાં મોંઘવારીએ તેની કમર તોડી નાખી છે. દેશમાં સતત મોંઘવારી વચ્ચે ઘઉં અને લોટના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો થયો હોવાના સમાચાર છે. મીડિયા અહેવાલ મુજબ ઓક્ટોબરમાં પાકની વાવણીમાં સંભવિત વિલંબને કારણે ઘઉં અને લોટના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. આ સાથે પાકિસ્તાન સરકાર દ્વારા અનાજના ટેકાના ભાવ બમણા કરવામાં આવ્યા છે.

- Advertisement -

કરાચીમાં લોટ 125 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે

અહેવાલમાં લોકો અને કરિયાણાના વિક્રેતાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે થોડા દિવસોમાં ઘઉંના લોટની કિંમત 20 થી 25 પાકિસ્તાની રૂપિયા (PKR) પ્રતિ કિલોથી વધીને 120 થી 125 PKR પ્રતિ કિલો થઈ ગયા છે. 15 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઘઉંના લોટની કિંમતમાં 7.51 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેના કારણે કિંમત વધીને 106.38 PKR પ્રતિ કિલો થઈ ગઈ છે. જે અગાઉ 98.95 PKR હતું.

ત્રણ મહિનામાં ઘઉંના ભાવમાં 30 ટકાનો વધારો થયો

ઘઉંના ભાવમાં એક સપ્તાહમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે વધીને 88 PKR પ્રતિ કિલો થઈ ગયો છે, જે ગયા સપ્તાહે 77.42 PKR પ્રતિ કિલો હતો. ઈસ્માઈલ ઈકબાલ સિક્યોરિટી હેડ ઓફ રિસર્ચ ફહાદ રઉફે કહ્યું છે કે ત્રણ મહિનામાં ઘઉંના ભાવમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

આ કેવી વાત? હવેથી લગ્ન પણ થશે EMI પર?

15 હજાર જેટલાં નવદંપતી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ પ્રમાણે એક લગ્નમાં સરેરાશ રૂપિયા 22 લાખનો ખર્ચ થાય છે દંપતિઓના જણાવ્યા પ્રમાણે લગ્ન ખર્ચ હપ્તામાં આપવાની...

યુગાન્ડામાં વધ્યો ઈબોલાનો પ્રકોપ, 23 લોકોના મોતથી હાહાકાર

જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો વધ્યો આ રોગની કોઈ રસી વિકસાવાઈ નથી 23 મોતમાંથી ફક્ત 5ની ઓળખ થઈ છે યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે....

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!