Monday, September 26, 2022
Home International સેન્ટ્રલ મેક્સિકોના એક બારમાં આડેધડ ફાયરિંગમાં 10નાં મોત

સેન્ટ્રલ મેક્સિકોના એક બારમાં આડેધડ ફાયરિંગમાં 10નાં મોત

  • માર્ચમાં આવી જ ઘટનામાં 19નાં મોત થયાં હતાં
  • 2007 પછી હિંસા અને ગેંગવોરની ઘટનાઓમાં ભારે વૃદ્ધિ
  • બારમાં હાજર લોકોએ નાસભાગ શરૂ કરી દીધી હતી

સેન્ટ્રલ મેક્સિકોના એક બારમાં ગુરુવારે ફાયરિંગની ઘટના નોંધાઇ છે અને તેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર હુમલાખોરે બારમાં ઘૂસતાની સાથે જ આડેધડ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. બારમાં હાજર લોકોએ નાસભાગ શરૂ કરી દીધી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થયો છે જેમા લોકો ચીસો પાડતા સંભળાય છે, કેટલાક લોકો ભાગતા દેખાય છે અને સાથે ગોળીઓ છૂટવાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાય છે.

- Advertisement -

બારમાં હાજર લોકોએ નાસભાગ શરૂ કરી દીધી હતી

અહેવાલો અનુસાર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જો કે હજુ સુધી ગોળીબાર પાછળનું અસલ કારણ જાણવા મળ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે આ ગેંગવોર હતી. બદલાની ભાવના સાથે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી કોઇ જૂથ દ્વારા આ ઘટનાની જવાબદારી લેવામાં આવી નથી.

માર્ચમાં આવી જ ઘટનામાં 19નાં મોત થયાં હતાં

આ પ્રકારની એક ઘટના ગયા મે મહિનામાં અને માર્ચ મહિનામાં નોંધાઇ હતી. મે મહિનામાં મેક્સિકોના સેલાયા શહેરમાં એક હોટલ અને બે બાર પરના હુમલામાં 10 લોકોના મોત થાય હતાં. ગયા માર્ચમાં આવી જ ઘટનામાં 19 લોકોના મોત થયા હતાં અને અસંખ્ય લોકો ઘવાયા હતાં. આ ઘટના મિચોઆકન રાજ્યના લાસ તિનાજસ શહેરમાં નોંધાઇ હતી. આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ આ જ શહેરમાં એક મોટો હુમલો થયો હતો જેમાં 17 લોકો માર્યા ગયાં હતાં. નોંધનીય છે કે આ દેશમાં 2007 પછી હિંસા અને ગેંગવોરની ઘટનાઓમાં ભારે વૃદ્ધિ નોંધાઇ છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

સોશિયલ મીડિયા પર ચીન અને શી જિનપિંગની અફવાઓએ જોર પકડ્યું શી જિનપિંગ ઘરમાં નજરકેદ, લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિની અફવા ચીનના કેટલાક સ્થળોએ ફ્લાઇટ્સ બંધ, લશ્કરી ગતિવિધિ...

અમેરિકાના પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયરિંગ, અનેક ઘાયલ

પાર્કમાં હેલોવીન-થીમ આધારિત ઇવેન્ટ દરમિયાન ફાયરિંગફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઈમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં હેલોવીન...

ભડકેલો તાનાશાહી! અમેરિકા-સાઉથકોરિયાએ કર્યો સેના અભ્યાસ, તો ઉત્તર કોરિયાએ છોડી મિસાઇલો

બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડીપ્યોંગયાંગે આઠ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ઉત્તર કોરિયાની ઉશ્કેરણી પર નજર રાખી રહ્યું છે:...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!