Friday, October 7, 2022
Home Gujarat નરેશ પટેલ રાજનીતિમાં ન આવે તો શું...?? સાડા છ કરોડ ગુજરાતીઓનાં હિતનો...

નરેશ પટેલ રાજનીતિમાં ન આવે તો શું…?? સાડા છ કરોડ ગુજરાતીઓનાં હિતનો નિર્ણય શું…??

નરેશ પટેલ રાજનીતિમાં કોંગ્રેસમાં ન જોડાય તો શું…??

  • નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તો શું…?
  • નરેશ પટેલ ભાજપમાં જોડાય તો શું…???
  • નરેશ પટેલ રાજનીતિમાં ન આવે તો શું…??

મહત્વ મોંઘવારી, બેકારી, બેરોજગારી કરતા નરેશ પટેલનું વધી જાય છે..!!!
કોણ કયા પક્ષમાં જાય તે મહત્વનું નથી, પ્રજાની સમસ્યાઓ મહત્વની છે…!!

ખબર નથી પડતી આ દેશ કે રાજ્ય ની સમસ્યાઓ કરતા વ્યક્તિ નું મહત્વ કેમ વધી જાય છે અને કાગડોળે રાહ જોતા રાજકીય પક્ષો નરેશ પટેલને ઓફરો કરે છે, પણ સાડા છ કરોડ ગુજરાતીઓને શું ઓફર કરો છો..? ભય, ભૂખ, ભ્રષ્ટાચારના સૂત્ર સાથે ૨૭ વર્ષથી વનવાસ ભોગવનાર કોંગ્રેસ દરેક ચુંટણીમાં સુધરી ગયા નો કે, સત્તા પક્ષની નફરતનો ફાયદો ઉઠાવી, કોઈક આંદોલન પ્રણેતાઓને આગળ કરી સત્તાના સપનાઓ જુવે છે, પણ આત્મ મંથન કરવાની જરૂર છે. “લોકો જ્યારે દૂધ થી દાઝ્યા હોય, ત્યારે છાશ પણ ફૂંકી ફૂંકી ને પીવે છે” આ સ્થિતિ કોંગ્રેસની કેમ થઈ..? આ પરિસ્થિતિ કરવા માટે કોણ જવાબદાર..???

- Advertisement -

કોંગ્રેસ છેલ્લા એકાદ માસથી સૌથી વધુ પ્રચાર કોંગ્રેસનો નહિ નરેશ પટેલનો કરે છે, પણ નરેશ પટેલ સર્વેની સાથે સાથે ત્રણેય પાર્ટીના આગેવાનોને મળે છે “તેલ અને તેલ ની ધાર જુવે છે” પણ સત્ય ખૂબ કડવું છે, કોંગ્રેસના આગેવાનો પાસેથી સાંભળેલું સત્ય કહું તો કોંગ્રેસ હાલ ૩૦ સીટની અંદર સંકેલાઈ જાય તેવું અનુમાન કોંગ્રેસની હાલત જોઈને બાંધે છે.. કદાચ નરેશ પટેલ આવે તો કોંગ્રેસને ૨૦ સીટનો ફાયદો થાય, એટલે કે ૭૭ કરતા ઓછી થાય ત્યાં સુધી હાર્દિક હીરો છે, ૭૭ કરતા વધુ આવે તો નરેશ પટેલ હીરો છે પણ આ હીરો બનવાના ગણિત જો અને તો સાથે જોડાયેલા છે…!!

જો નરેશ પટેલ કોંગ્રેસમાં ન આવે તો “કોંગ્રેસ ની વેગડી વિહાય જાય” જસ લેવા આવતા અપજશ નહિ મળે તેની કોઈ ગેરંટી કોંગ્રેસમાં ભરતસિંહ છે, ત્યાં સુધી નથી.. કારણ ટિકિટ મારા.. તમારા ને આપણા માજ વહેચવાની છે, ગઈ કાલે એક હાર્દિક ઉપર નાણાં લીધાના આક્ષેપની પ્રેસ થઈ, ભાવનગર સુધી ભરતસિહના ખાસ એવા ગારિયાધારના ગાંડા બાવળ જેવા ઉટ પટાંગ નેતાએ રૂપિયાના જોરે પ્રેસ કરાવી.. હાર્દિકને બદનામ કરવા પાટીદાર સમાજના અક્કલ મઠઠાઓનો ઉપયોગ કોંગ્રેસ કરતી હોય ત્યારે શું પાટીદાર સમાજ મૂર્ખ છે, કે કોંગ્રેસનું ભલું કરે..??

હવે રાજકારણને કેટલું કલંકિત કરવું હશે.?? હાર્દિક કોંગ્રેસમાં નોતો ત્યારે હાર્દિકે નાણાં લીધાનો આક્ષેપ, નાણાંનો વહીવટ હાર્દિકના નામે કરનારા કોઈ નહિ, ભાડાનો માણસ મીડિયા સામે કેમ..?? પી.એમ. ટિકિટ લાવી શકીશ પણ હાર્દિક સામે કરેલા આક્ષેપો ધોઈ નહિ શકે, આજે પણ હાર્દિક પાટીદાર સમાજનો હૃદય સમ્રાટ છે, કોંગ્રેસ કિન્નાખોરી રાખતી હતી, કરેલા કમિટમેંટનું પાલન કર્યું નથી, અનેક યુવાનો કોર્ટના ધક્કા ખાય છે, સત્તા જોતી છે, પણ પાટીદાર યુવાનોને કેસ માટે વકીલ કે ફી નથી આપવા…

ભાવનગર જિલ્લામાં ખાતું તો ખોલાવો, પછી બહુમતી કે સત્તાની વાત કરો, જૂનો ઈતિહાસ લોકો એટલે નથી ભૂલ્યા, કોંગ્રેસમાંથી સારા હતા તે ૧૩૭ ચાલ્યા ગયા છે, માત્ર બે પાંચ વ્યક્તિના ભોગે કેટલું નુકસાન..? પાટીદાર સમાજના બે મસીહા એક કેશુભાઈ પટેલને બીજો હાર્દિક જેણે સમાજના હિતમાં કામ કર્યું છે, એટલું જ નહિ, યુવાનીમાં જેલવાસ, કેસ, કિન્નાખોરીનો ભોગ બન્યો છે, ૧૦% અનામત અપાવવા છેલ્લે સુધી લડત ના મેદાનમાં રહ્યો છે, પોતાના સામે આવ્યા છતાં જૂક્યો નથી આવા મર્દ યુવાનને પરેશાન કરવામાં કોંગ્રેસે બાકી રાખ્યું નથી, જેનો હું સાક્ષી છું.. ગાંધીનગરમાં ફાઈલોની દલાલી કરનારને ધારાસભ્ય બનવાની ઈચ્છા થઈ, ત્યારે હાર્દિક અને પાસની સભાઓ પણ કરાવી, હવે હાર્દિકને બદનામ કરવા નીકળ્યો આ ઉંદર કામાં કોનાં ઇશારે…???

- Advertisement -

સમાજ મોટો છે, એટલે અક્કલ મટ્ઠા પણ વધુ હોય, પણ એ “ગાડા નીચેના કૂતરા” કહેવાય.. ખેડૂતોના નામે બોગસ ચુકવણાની માહિતી આપનારને આરોપી બનાવ્યો ત્યારે પણ ચેતવ્યો હતો, પણ કોઈનું માને તો ને.. એક વાર ઉમેદવાર બનીને ગારિયાધારમાં આવ એટલે તારા કરવામાં ભેગા કરી રાખ્યા છે. સહન કરતા શિખજે રોડે ન ચડતો..

નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો એક બે વર્ષમાં હાર્દિક જેવી સ્થિતિ નહિ થાય તેની શું ગેરંટી..? જેણે હાર્દિક સામે આક્ષેપ કર્યો એણે ૩૫ લાખ કોને ટ્રાન્સફર કર્યા..?? આ સત્ય કેમ પ્રેસમાં ન આવ્યું..? શું કોંગ્રેસમાં ટિકિટનો વેપાર ચાલે છે, એવું સાબિત કરવાનો પ્રયાસ છે…??? શું હાર્દિક પટેલ છે, માટે આક્ષેપો થાય.. “હલકું લોહી હવાલદાર નું..?” કહેવતને સાર્થક કરવાનો પ્રયાસ છે, આતો કોઈકના ખાતે ચડી ગયેલા ખુશામત ખોર રમકડાં છે, કોઈક કહે એટલે સગા બાપ સામે આવી જાય…!!

બી એમ માંગુકિયા ને ટિકિટ મળી ત્યારે ગોરધન ભાઈ જડફિયા પાસે જી.પી.પી માંથી લડી લેવા શું કામ ગયો હતો..? ક્યાં ગઈ બે પેઢીની કોંગ્રેસ..??

નરેશ પટેલ ભાજપમાં જાય તો પણ ત્યાં નેતૃત્વનો જથ્થો છે, ગોરધન ઝડફિયાની સ્થિતિ જોઈને નિર્ણય કરવો જોઈએ.. કોંગ્રેસ ૧૩૭ લોકો છોડી શક્યા છે, જ્યારે ભાજપમાં સેંકડો નેતાઓ ક્યાંય જઈ શકતા નથી, કોઈને કહી શકતા નથી, ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે… હરેન પંડ્યા ની ઘટનાએ સૌને મૌન કરી નાખ્યાં છે…

નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તો શું…?

આપ કોંગ્રેસની બરોબરીમાં છે, સંગઠન કોંગ્રેસ કરતા સારું છે. હજુ ચુંટણી સુધીમાં આપનું જેટલું કદ વધે એટલું નુકસાન હવે ભાજપને છે, આપને થોડા ચહેરા મળી જાય એટલે ત્રિશંકુ અથવા બંનેનો વાઇટ વોશ નક્કી છે, કારણ આપ કહે છે, તે કરે છે. ભ્રષ્ટાચારનો ઉકેલ આપ છે, મોંઘવારીની રાહત આપ છે. તૈયારમાં જવાથી કે જૂનામાં જવાથી નવાને જૂનાનાં ભેદભાવનો શિકાર થવા કરતા પાયાનો પત્થર બનવું વધુ સારું…

આજે નહિ તો કાલે ગુજરાતમાં હવે આપનો ઉદય નક્કી છે.. માત્ર ૨૩ નગર સેવક ૯૯ને હંફાવતા હોય, તંત્રનો દુરુપયોગ કે ખોટી ફરિયાદોનો સહારો લેવો પડતો હોય, ત્યારે એ લડાયકતા બીજામાં ક્યાં..? એક સાથે છ રેલીઓ સતત ૨૦ દિવસ આ નાની સુની સફળતા નથી..!!!!

શું નરેશ પટેલ કોંગ્રેસ કે ભાજપમાં જાય તો મોંઘવારી, બેકારી, બેરોજગારી નો ઉકેલ આવી જશે..? આ સમસ્યાઓ સાડા છ કરોડ ગુજરાતીની છે, શું નરેશ પટેલનું કદ સમસ્યાઓ કરતા મોટું છે..? હજુ છ માસ બાકી છે, થોભો ને રાહ જુવોની નીતિ અપનાવવા જેવો સમય છે, આપના ચુંટણી વચનો હજુ ખૂબ મોટું પરિવર્તન લાવશે.. માટે “વેઇટ એન્ડ વોચ”

કોણ કયા પક્ષમાં જાય એના કરતાં સમસ્યાઓનો ઉકેલ કોણ લાવી શકે, તે મહત્વનું છે. પક્ષ પોલિસીના સૌ ગુલામ હોય છે, સારા હોય તો પણ મૂંગા મરવું પડે છે, ગુલામી કહો કે મજબૂરી… ઉકેલ તો ભય, ભૂખ, ને ભ્રષ્ટાચારનો લાવવાનો છે, જે સૂત્રને આગળ ધરી ભાજપ સત્તામાં આવ્યું, એ સૂત્ર આજે તેને પણ લાગુ પડે છે… નવો અખતરો કરવાનું સાહસ પ્રજાની પીડા કરાવશે…

– લાભુભાઈ કાત્રોડીયા

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!