Sunday, September 25, 2022
Home National વિશ્વની સૌથી મોટી કોલસા ખનન કંપની કેન્દ્ર સરકારની છતાં કોલસાની આયાત કરશે

વિશ્વની સૌથી મોટી કોલસા ખનન કંપની કેન્દ્ર સરકારની છતાં કોલસાની આયાત કરશે

સરકારની માલિકીની કોલ ઈન્ડિયા લિમિટેડ વર્ષ 2015 બાદ (મોદી સરકારના આવ્યા બાદ) પ્રથમ વખત કોલસા ની આયાત કરશે. કોલસાના સંકટનો સામનો કરવા માટે આયાત કરવામાં આવેલું ઈંધણ દેશભરના વીજ ઉત્પાદક પ્લાન્ટ્સને પહોંચાડવામાં આવશે.

કોલસાની તંગીએ દેશમાં નવેસરથી વીજકાપની આશંકાઓને પ્રગાઢ બનાવી છે. આ મુશ્કેલીઓનો સામનો કરવા માટે વીજ મંત્રાલયે અનેક પ્રકારના પગલાંઓ ભર્યા છે. જો કોલસા ની આયાત કરવામાં આવશે તો વર્ષ 2015 બાદ પ્રથમ વખત એવું બનશે કે, કોલ ઈન્ડિયા દ્વારા ઈંધણની આયાત કરાશે.

- Advertisement -

એપ્રિલ મહિનામાં જે સ્થિતિ સર્જાઈ હતી તેના પુનરાવર્તનથી બચવા માટે રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓએ કોલસા નો સ્ટોક સુનિશ્ચિત કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં દેશભરના થર્મલ પાવર પ્લાન્ટ્સે 6 વર્ષમાં પ્રથમ વખત કોલસાના સૌથી ભયંકર સંકટનો સામનો કરવો પડ્યો હતો. તેના કારણે લોકોએ પણ વીજકાપનો સામનો કરવો પડ્યો હતો.

વિદ્યુત મંત્રાલયે ગત તા. 28 મેના રોજ લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોલ ઈન્ડિયા ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ (G2G)ના આધાર પર કોલસા ની આયાત કરશે જેથી સરકારી થર્મલ પાવર પ્લાન્ટ્સ તથા સ્વતંત્ર વીજ ઉત્પાદકો (IPPs)ને તેનો પુરવઠો પહોંચાડી શકાય.’ આ અર્થનો પત્ર તમામ હિતધારકો, કોલસા સચિવ અને કોલ ઈન્ડિયાના અધ્યક્ષ સહિતના કેન્દ્ર તથા રાજ્યના ટોચના ઉર્જા અધિકારીઓને મોકલવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!