Monday, September 26, 2022
Home Gujarat મોહમ્મદ શાહનવાઝ ઝહીર તમને સલામ છે...

મોહમ્મદ શાહનવાઝ ઝહીર તમને સલામ છે…

તસવીર જુઓ. એક નામાંકિત એરલાઈન કંપનીમાં એક સિનિયર કોમર્સિઅલ પાયલોટ તરીકે કામ કરતા મોહમ્મદ શાહનવાઝ ઝહીરનું આંતરધર્મ વાલીપણું વાંચો.. પોતાની સાથે પાયલોટ તરીકે કામ કરતા અંગત અને જીગરી મિત્ર પ્રવીણ દયાળ ધીમે ધીમે મૃત્યુ તરફ જઈ રહ્યા હતા અને તેમને કેન્સર હતું. પ્રવીણને સતત ચિંતા કોરી ખાતી હતી કે પત્નિ તો અગાઉ મૃત્યુ પામી ચૂકી છે અને તેના બે જોડીયા સંતાનોઆયુષ પ્રાર્થનાને પોતાના મૃત્યુ પછી કોણ સાચવશે ?

મોહમ્મદ ઝહીર મિત્રનો વલોપાત અને મુંઝવણ સમજી ગયા હતા. હિંદુ મિત્રના અનાથ બનેલા બન્ને બાળકોના વાલીપણા માટે મોહમ્મદ ઝહીર દિલ્હી હાઈકોર્ટમાંથી કાયદાકિય રીતે ઓર્ડર લઈ આવ્યા અને આ માટે તેમને ઘણો પરિશ્રમ કરવો પડ્યો. હિંદુ બાળકોની પરવરિશ કે ઉછેર એક મુસ્લિમ કુટુમ્બ કરે તેને માટે ન્યાયાલયની ખંડપિઠિકાએ ખુબ સ્પ્ષ્ટતા માગી તેમાં મોહમ્મ્દે એક વાત પર ભાર મૂક્યો કે મારા મિત્રની વ્યથાને હું દરરોજ જોતો હતો અને તેના અંતિમ દિવસોમાં મેં તેને વચન આપ્યું હતું કે તું હ્રદયમાં ગુંગળામણ ના અનુભવ .આયુષ અને પ્રાર્થનાની હું જવાબદારી લૌં છું અને બાળકોનો સંપૂર્ણ હિદું સંસ્કાર મુજબ ઉછેર કરીશ તેવી કોર્ટને બાહેંધરી આપી. બોલેલા શબ્દોનું પાલન કરવું એ તો મૈત્રીની પ્રથમ ફરજ છે.

- Advertisement -

પ્રવીણ દયાળના સગાઓએ બાળકોનો ઉછેર કરવાની જવાબદારી લીધી નહી. મોહમ્મદે બાળકોના સુદ્રઢ ભવિષ્ય માટે આયુષ-પ્રાર્થના બેનિવોલંટ ફંડ પણ કોર્ટની મંજુરીથી બનાવ્યું. બન્ને બાળકો ૨૫ વર્ષની ઉમરે પંહોચશે એટલે તેમને આ રકમ મળશે. બન્ને બાળકો મોહમ્મદના ઘરે જ રહે છે.

દિલ્હી હાઈકોર્ટે આ ઘટનાની ખુબ પ્રસંશા કરી અને આંતર ધર્મ વાલીપણું અને ઉછેરનો એક અસામાન્ય કિસ્સો બતાવ્યો.

– લાભુભાઈ કાત્રોડીયા
- Advertisement -
RELATED ARTICLES

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!