Wednesday, September 28, 2022
Home Gujarat પેટ્રોલ-ડીઝલનાં ભાવ 18 વધારી 9 ઘટાડ્યા...!!!

પેટ્રોલ-ડીઝલનાં ભાવ 18 વધારી 9 ઘટાડ્યા…!!!

કોંગ્રેસ જે પ્રકારે સંગઠન બનાવે છે, તે સ્થિતિ સાથે ગ્રામ્ય પ્રજાને કાઈ લેવા કે દેવા નથી,કારણ બુથ કે પેજ સમિતિ બને છે,છતાં ચુંટણી માં કોઈ યાદ કરતું નથી,તેનો ઉપયોગ નથી,છેવટે કોઈ ને ખબર પણ નથી પોતાની જવાબદારી શું છે.? સંગઠન ના કામમાં બગડેલો સમય જો ચુંટણી માં કામ ન આવે તો આ સંગઠન નહિ પણ ગદ્ધા મજૂરી કહેવાય..!!
પેટ્રોલ,ડીઝલ ના અઢાર વધારી નવ ઘટાડયા.ત્યારે કોઈ ને આનંદ ન થાય,પણ જે કાર્યકર્તાઓ જાહેરમાં બોલતા હતા પેટ્રોલ ના ૫૦૦ થાય તો પણ ભાજપ સિવાય વાત નહિ, આવા બટક બોલા કાર્યકર્તા કે ભક્તો ને મહિલા શક્તિ એ પરચો બતાવી દીધો. ઘરમાં પગ મૂકે ને કકળાટ ચાલુ નેતાના દીકરા થઈ જન્ડો લઈને નીકળી પડો છો,પણ આ મોંઘવારી નું કાઇક કરો, હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે,ઘેર ઘા આવ્યો ત્યારે બણબણાટ ચાલુ થયો..મિટિંગમાં મુદ્દો આવ્યો ઘરના ઘરે ચાલતું નથી ત્યારે બીજાને કેમ સમજાવશો..મોંઘવારી થી મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે..
આખરે પગ તળે રેલો આવ્યો ત્યારે અઢાર વધારી નવ ઘટાડયા,પણ મોંઘવારી ગેસ માં પણ છે,દરેક ચીજ માં મોંઘવારી સર્વોપરી છે,ત્યારે એકાદ બે ચીજ ના ભાવ ઘટાડી કોઈને રાજી કરી શકાય તેમ નથી.હવે આ બ મોંઘવારી ભાજપ ના દરેક કાર્યકર્તા ના ઘરમાં ઘૂસી ગઈ છે..

મહિલા શક્તિ સામે ભાજપ કાર્યકરો ઘૂંટણિયે પડ્યા..!!

પ્રજાની સહન શકતી ની દાદ દેવી ઘટે, નેતાઓ પણ થાકી ને ગળે આવી ગયા.. બધાજ ભક્તો ની હોશિયારી મહિલા શક્તિ એ ઠેકાણે પાડી દીધી..!!

પેટ્રોલના ૫૦૦ થાય તો પણ ફરક ન પડે, બોલનારા બૈરા પાસે બોલતી બંધ…!!

- Advertisement -

આખરે મહા મોંઘવારી સામે ભાજપ કાર્યકર્તાઓ ઘૂંટણિયે પડ્યા છે,ને કાર્યકર્તાઓ નેતાઓ ના ઘૂંટણિયે પડ્યા છે,ત્યારે ચુંટણી જીતવા ના સ્વાર્થે ભાવ ઘટાડ્યા છે,ચુંટણી હોય ત્યારે ભાવ સ્થિર થઈ જાય ને ચુંટણી જાય એટલે સ્પ્રિંગ જેમ કૂદકો મારે છે..હવે પ્રજા કોઈ લોભ લાલચ કે પ્રલોભન માં આવે તેમ નથી.આ ૨૭ વર્ષ નું ભાજપ નું ગુજરાત માં શાસન કોંગ્રેસ ની જૂથબંધી ને કારણે ચાલ્યું છે…

કોઈ એક બે ચીજની મોંઘવારી નથી, ઓવર ઓલ મોંઘવારી છે..!!

કોઈ નરેશ પટેલ ને લાવી સત્તા નહિ બને,કારણ નરેશ પટેલ ના દરેક તાલુકા જિલ્લા ના સમિતિ પ્રમુખો ભાજપ ના છે, વ્યક્તિગત પોતાનું ગ્રુપ સાથે રહે કદાચ,પણ આ સંગઠન તો ભાજપ સાથે છે,હાર્દિક નો ફાયદો કોંગ્રેસ ને થયો હતો,એ ફાયદો નરેશ પટેલ થી નહિ થાય..કારણ પાસ ના આંદોલન સમયે યુવા શક્તિ અને મહિલા શક્તિ સંગઠિત હતી.. ૧૪ નિર્દોષ ને ગોળીઓ મારી,લાઠી ચાર્જ કરી નિર્દોષ ને માર્યા,વાહનો તોડયા તેનો રોષ અને જનુન હતું, જે આજે નથી..

ભાજપનો લોટ બાંધવા પ્રજા તૈયાર પણ આપ – કોંગ્રેસ એક થાય તો…!!

આજે પણ મહા મોંઘવારી ના કારણે ભાજપ નો લોટ બાંધી દેવા લોકો તૈયાર છે, પણ આપ કોંગ્રેસ એક થાય તો..!!! જો સમજૂતી ન થાય તો કોંગ્રેસ કે આપ ની સત્તા બને નહિ, આપ સંગઠન બનાવી ચૂક્યું છે, સતત કાર્યક્રમો થી પ્રજા ને જોડી રહ્યું છે,જ્યારે કોંગ્રેસ માત્ર નરેશ પટેલ આવશે ને કરિશ્મા થઈ જશે તેવી રાહ જોઈ રહી છે.નરેશ પટેલ ને ભાંગ્લા ગાડે બેસવા નો શોખ કેમ થયો, આવા વેપારી ને બુદ્ધિશાળી વ્યક્તિ ને રાજનીતિ માં આત્મહત્યા કરવાનો સમય કહેવાય..જ્યારે ભાજપ સામે કોંગ્રેસ ને આપ લડતા હોય ત્યારે સ્વાભાવિક કોંગ્રેસ ની સ્થિતિ દયનીય હોય..જી.પી.પી ભાજપ માંથી જુદું પડ્યું હોવા છતાં મત કોંગ્રેસ ના કાપ્યા હતા..પરંતુ આપ વધુ મત કાપે છે, હાલ ની સ્થિતિ કોંગ્રેસ ની બરોબરી જેવી થઈ ચૂકી છે,બે પાંચ મોટા માથા આવે તો સંગઠન,આયોજન, કાર્યક્રમો,લોક ચાહના,બધુજ છે,મોંઘવારી નો સાચો ઉકેલ આપ નો કાર્યક્રમ છે.ત્યારે નરેશ પટેલ હોશિયાર કે હાર્દિક એ સમયે ખબર પડશે..પણ ભાજપ માં અમિત શાહ જૂથ માં રહેલા જડફિયા ની સ્થિતિ જોયા પછી હાર્દિક પટેલે સાહસ કરાય..!!

કોંગ્રેસની જૂથ બંધીને મથરાવટીના કારણે ભાજપે ૨૭ વર્ષ સત્તા ભોગવી…!!

કોંગ્રેસ ની જૂથબંધી ને કોંગ્રેસ ની મથરાવટી ના કારણે લોકો ફરી કોંગ્રેસ ને સ્વીકારવા તૈયાર નથી,કોંગ્રેસ ની આપ ના કારણે સ્થિતિ ખૂબ ખરાબ છે,ફરી કોંગ્રેસ ની સીટ કેટલી ઘટશે તે કોંગ્રેસે પણ કલ્પના કરી નહિ હોય..અણધાર્યા પરિણામ ભોગવવા કોંગ્રેસે આપ ના કારણે તૈયારી રાખવી પડશે, આપ અને કોંગ્રેસ ની સમજૂતી થાય,સમજુતી મુજબ બધાજ કાર્યકર્તાઓ કામ કરે તો પરિવર્તન માંડ માંડ થાય. બાકી ૧૨૫ કે ૧૮૦ કહેવાની મીડિયા સામે નિવેદન આપવાની મજબૂરી છે,તંગડી ઊંચી રાખવી પડે…

મોંઘવારી ભાજપના કાર્યકર્તાના ઘરની સમસ્યા બની ગઈ..!!

- Advertisement -

કાર્યકર્તાઓ સાચી સ્થિતિ ને પામી જાય તો જનુંન પૂર્વક કામ ન કરે, દોડી ને દુઃખી થવું, આંખે થવું એના કરતા તટસ્થ રહેવા થી દરેક દરવાજો ખખડાવી શકાય.કોઈ કાર્યકર્તાનું નેતાઓ ક્યારેય ભલું કરતા નથી,સિવાય ભાજપ..ભાજપ ના કાર્યકર્તા નું ઉત્થાન પાર્ટીએ કર્યું છે,ફોર વિલ કે બંગલા ભાજપ કૃપા થી થયા છે અને કાર્યાલય તો બંગલા કરતા સારા ને એ.સી.ની ઠંડી હવા..!!!

સત્તા ૨૭ વર્ષથી નથી છતાં સંગઠન બનાવવાની ઈચ્છા કોંગ્રેસને નથી…!!

કોંગ્રેસ જે પાર્ટી સામે લડે છે, તેનું સંગઠન કેવું ને કોંગ્રેસમાં સંગઠન ની વાત ગાળ બોલવા જેવી છે,કોંગ્રેસ જે સંગઠન માટે માથે છે,તેનો ઉપયોગ ચુંટણી માં થતો નથી.ભાજપ એક એક કાર્યકર્તા ને કામ આપે છે,કામે લગાવે છે,તેની પાસેથી કામ નો હિસાબ પણ માંગે છે,કોંગ્રેસ માં ચુંટણી ગઈ એટલે “ખાધું પીધું ને રાજ કર્યું” આમ સત્તા ક્યારેય ન આવે,માગ્યા માણસો લાવી સત્તા માં ન આવી શકાય,કારણ નવા લોકો નો ઉપયોગ કરી ને કાઢી નાખવાની નીતિ એ માગ્યા માણસ પાસે કામ કરાવવા જેવી કહેવાય..!! – લાભુભાઈ કાત્રોડીયા

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!