Saturday, October 1, 2022
Home Gujarat Banaskantha પારસ સોની એ ધાનેરાની શિવ પેલેસમાં આચર્યું હતું દુષ્કર્મ

પારસ સોની એ ધાનેરાની શિવ પેલેસમાં આચર્યું હતું દુષ્કર્મ

ધાનેરા તાજેતરમાં જ સેવાના નામે ઢોંગ કરતા એજયુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના નામે મહિલા સશક્તિકરણની વાતો કરીને મહિલાઓનાં સંમેલનો બોલાવી યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી વાસના સંતોષતા નરાધમ અને બળાત્કારી પારસ સોની સામે ધાનેરાની એક યુવતીએ બળજબરી પૂર્વક દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી ગર્ભપાતની દવાઓ આપી ગર્ભ પડાવી જીવ હત્યા કરનાર સામે ગુનો નોંધાયો છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ પારસ સોની એ યુવતી પર સૌ પ્રથમ દુષ્કર્મ બળજબરી પૂર્વક ધોળે દિવસે ત્રણ વાગ્યે હોટલ શિવ પેલેસમાં જ આચર્યું હતું. તેવું પારસ સોની ની વાસનાનો ભોગ બનેલ યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

- Advertisement -

ધાનેરાની શિવ પેલેસ હોટલમાં પારસ સોનીએ યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ
ધાનેરાની શિવ પેલેસ હોટલમાં પારસ સોનીએ યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ

જો કે પારસ સોનીને પકડી જેલ હવાલે કરાયો છે. ત્યારે ધાનેરાના અશોકભાઈ નામના વેપારીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી જણાવ્યું છે કે પારસ સોનીએ જે હોટલ શિવ પેલેસમાં યુવતી પર બળાત્કાર કરેલો તે હોટલ શિવ પેલેસ પ્રેમીપંખીડાઓને મળવા માટે તેમજ ગોરખધંધાઓ માટે પ્રખ્યાત બની ગઈ છે. હોટલમાં રાત-દિવસ ગોરખધંધાઓ ચાલતા હોવાથી યુવતીઓની જિંદગી બરબાદ થઈ રહી છે.

આ હોટેલનો માલીક કૈલાસ ગોપાળી રૂપિયાના જોરે જવાબદાર અધિકારીઓની મિલીભગતથી અનેક પ્રકારના ગોરખધંધાઓ ચલાવી રહ્યો છે. માટે વાલીઓને તેમજ ધાનેરા વાસીઓને જાગવાની જરૂર છે સાથે સાથે તંત્રને પણ અપીલ કરી છે કે આ બાબતે તટસ્થ તપાસ કરી હોટલ માલિક સામે તાત્કાલિક પગલા ભરવા માટેની પણ માંગ કરી છે વધુમાં એ પણ જણાવ્યું છે કે શાળા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા યુવક યુવતીઓને પણ હોટલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ આપવામાં આવે છે અને અનેક યુવતીઓની જીંદગી બરબાદ થઈ રહી છે ત્યારે હવે વાલીઓને પણ જાગવાની છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ પારસ સોની એ યુવતી પર સૌ પ્રથમ દુષ્કર્મ બળજબરી પૂર્વક ધોળે દિવસે ત્રણ વાગ્યે હોટલ શિવ પેલેસમાં જ આચર્યું હતું. તેવું પારસ સોની ની વાસનાનો ભોગ બનેલ યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

અહેવાલ – સુલતાનખાન પઠાણ, ધાનેરા
- Advertisement -
RELATED ARTICLES

ધાનેરા ગૌ સેવા પ્રચાર સમિતિ દ્વારા ગૌવંશની કરવામાં આવી રહેલી સેવા

ધાનેરા શહેરમાં રખડતી તેમજ થાવર ગામની નિરાધાર ફરતી ગૌ માતાઓ તેમજ નંદી આખલાઓને અનેક સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો લંપી વાયરસથી બચાવવા માટે અનેક રીતે મદદ...

ધાનેરા તાલુકાનાં લાધાપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર નિષ્ક્રિય…!!!

ધાનેરા નગરપાલીકાના લાધાપુરા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના અને ગંદા પાણીના ખાબોચિયાંઓ જોવા મળી રહયા છે. એકબાજુ નગરપાલીકા દ્વારા શહેરની સાફ સફાઈ પાછળ માતબર રકમનો...

ધાનેરા Bank of Baroda શાખાની જોહુકમીથી ખેડૂતો અને ગ્રાહકો ત્રાહિમામ

ધાનેરાની બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓની જોહુકમીથી ખેડૂતો અને બેંકના ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. જી જી આર સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિમિટેડમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!