Tuesday, September 27, 2022
Home Gujarat Dahod દેવગઢબારીઆ નગરમાં એસ્સાર પેટ્રોલપંપ પર ધોળે દિવસે લુંટની ઘટનાનો મામલો

દેવગઢબારીઆ નગરમાં એસ્સાર પેટ્રોલપંપ પર ધોળે દિવસે લુંટની ઘટનાનો મામલો

દેવગઢબારીઆ નગરમાં ગતરોજ એસ્સાર પેટ્રોલપંપ ઉપર ધોળે દિવસે લુંટની ઘટના બની હતી અને જેમાં લાખ્ખોની લુંટ કરી લુંટારૂઓ નાસી ગયાંની ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. એક્શનમાં આવેલ પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો

દાહોદ : દેવગઢબારિયા શહેરમાં આવેલ એસ.આર. પેટ્રોલપંપ ઉપર મેનેજરની આંખોમાં મરચું નાખી લુંટ ચલાવવામાં આવી જેમાં ચાર જેટલા ઈસમો સંડોવાયેલા છે જેમાં પેટ્રોલપંપ પર ફરજ બજાવતો મેનેજર સહિત ચાર જેટલા ઈસમોએ આ લુંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. અને ઉઘરાણીના પૈસા ચુકવવા આ લુંટને અંજામ આપ્યો હોવાનું આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે ચારેય ઈસમોની અટકાયત કરી તેઓની પાસેથી રોકડા રૂપીયા ૧૧,૦૮,૦૦૦ રીકવર કર્યાં છે.

- Advertisement -

દેવગઢબારીઆ નગરમાં આવેલ એસ.આર. પેટ્રોલપંપ ઉપર ધોળે દિવસે લુંટને પગલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દેવગઢ બારીઆ પોલીસને જરૂરી સુચનો અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું જેમાં દેવગઢ બારીઆ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં હતો. જેમાં પ્રથમ પેટ્રોલ પંપ પર લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ ગ્રાહકોની અવર જવર હતી. ત્યાર બાદ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે ફરજ બજાવતો આબીદ અસદબીન અરબ (રહે. કસ્બા, દેવગઢ બારીઆ)ની ઓફિસની પણ તપાસ કરતાં અને સીસીટીવી ફુટેજ ચેક કર્યાં હતાં. જેમાં પોલીસને કંઈક અજુગતુ લાગ્યું હતું અને પેટ્રોલપંપ ઉપર ફરજ બજાવતાં કર્મચારીઓની પોલીસે પુછપરછ પણ કરી હતી. સમગ્ર મામલા બાદ પોલીસે પેટ્રોલપંપના મેનેજર આબીદ અને આકાશભાઈ મુકેશભાઈ સંગાડા (રહે. ડાંગરીયા, દેવગઢ બારીઆ)ની પોલીસે સઘન પુછપરછ કરતાં બંન્ને પુછપરછ દરમ્યાન ભાંગી પડ્યાં હતાં અને તેઓએ આ લુંટને અંજામ આપવા કાવતરૂં રચ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું જેમાં ઉપરોક્ત બંન્ને ઈસમોના જણાવ્યાં અનુસાર, તેઓની સાથે બળવંતભાઈ સબુરભાઈ સંગાડા (રહે. ડાંગરીયા, દેવગઢ બારીઆ) કામ કરતાં હતાં તે સમયે તેઓએ કલેક્શનના પૈસામાંથી ઓછા પૈસા આપ્યાં હતાં બાકીના નીકળતાં પૈસા તેઓએ ઉછીના લીધાં હતાં તે આપી દીધાં હતાં અને બાકી પૈસા વાપરી નાંખ્યાં હતાં અને પેટ્રોલપંપના વાપરી નાંખેલ પૈસા આપવા માટે તેણે મેનેજરને વચ્ચે રાખી રોમી અગ્રવાલ પાસેથી રૂા. ૯,૦૦,૦૦૦ ઉછીના લીધાં હતાં જૈ પૈસાની બળવંતભાઈ પાસે ઉઘરાણી થતાં તેણે પોતાનું ખેતર વેચીને પૈસાની ભરપાઈ કરી દેશે તેમ જણાવ્યું હતું અને તે પછી પંદર દિવસથી નોકરી ઉપર આવતો ન હોય અને હવે ઉછીના લીધેલા રૂપીયા હવે આપવા ક્યાંથી અને તેમ વિચારી મેનેજર મુંઝવણમાં મુકાયો હતો. આ દરમ્યાન શુક્ર – શનિવાર દરમ્યાન કલેક્શન થયેલ પૈસા ઉછીના લીધેલા હતાં અને વ્યક્તિને રૂા.૯,૦૦,૦૦૦ આપી દીધાં હતાં ત્યાર બાદ રવિવારના રોજ સાંજના સમયે પેટ્રોલ પંપનો મેનેજર આબીદ, આકાશ, સલમાન સાકીરભાઈ અરબ (રહે. રાણીવાવ ધર્મશાળાની પાછળ, દેવગઢ બારીઆ) અને મહમંદ ફૈજાન ઉર્ફે અરબાઝ શેખ નાઓએ મળી લુંટ કરવાં સારૂં બે મોટરસાઈકલ લઈને આવી પેટ્રોલપંપ ઉપર લુંટ કરવાનું કાવતરૂં રચી નાંખ્યું હતું. આમ, સમગ્ર મામલે પોલીસે આરોપીઓ પાસેથી રૂા. ૧૧,૦૮,૦૦૦ રોકડા કબજે કર્યાં હતાં.

અહેવાલ : અબ્દુલ રજાક મનસુંરી, દેવગઢબારિયા

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!