Tuesday, September 27, 2022
Home Gujarat Banaskantha જ્ઞાનવાપી મસ્જિદ છે અને કયામત સુધી રહેશે... બાબરી મસ્જિદ છીનવી લીધી, હવે...

જ્ઞાનવાપી મસ્જિદ છે અને કયામત સુધી રહેશે… બાબરી મસ્જિદ છીનવી લીધી, હવે અમે કોઈ મસ્જિદ નહીં ખોઈએ. – વડગામમાં વિશાળ સભાને સંબોધતા બોલ્યા ઓવૈસી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને AIMIMના ચીફ અને મુસ્લિમ આગેવાન અસદુદ્દીન ઓવૈસી હાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ ગઈ કાલે રવિવારે સાંજે બનાસકાંઠા જીલ્લાના વડગામના મજાદર ખાતે એક વિશાળ સભા સંબોધી હતી. અસદુદ્દીન ઓવૈસીને સાંભળવા મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો આવ્યા હતા. ઔવેસીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં વડગામ બેઠક પરથી AIMIM પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. હાલ ખુબ વિવાદમાં ચાલી રહેલા જ્ઞાનવાપી મસ્જિદ વિષે તેમણે કહ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ છે અને કયામત સુધી રહેશે. સાથે સાથે તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

Image

- Advertisement -

સભાને સંબોધન કરતા તેમણે કર્ણાટકમાં ખુબ ગાજેલા હિજાબ વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હિજાબને જિહાદથી જોડવામાં આવી રહ્યો છે. તેમને હિજાબથી ખતરો લાગી રહ્યો છે, પણ દેશને તો ખતરો છે ગાંધીના હત્યારાથી. દેશને ગોડસેના ભક્તોથી ખતરો છે. જો આજે તમે હિજાબ મુદ્દા પર ચૂપ રહેશો તો કાલે દાઢી કાપવાનું કહેશે ટોપી ઉતારવાનું કહેશે. હિજાબને એ માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે કે મુસલમાનોનું કલ્ચર છીનવી લેવાય.

તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે સરકાર નથી બદલી શકતા, પણ દલિત અને મુસલમ સભ્યોને ચૂંટીને વિધાનસભામાં મોકલી શકીએ અને અપણો અવાજ ઉઠાવી શકીએ. જ્ઞાન વ્યાપી મસ્જિદ વિષે હું બોલ્યો તો મને કહે કેમ બોલો છો. હું કોઈનાથી ડરતો નથી. હું માત્ર અલ્લાહથી ડરું છું, મોદી અને યોગીથી નહીં. હું ૨૦-૨૧ વર્ષનો હતો ત્યારે બાબરી મસ્જિદ મારાથી છીનવી લીધી, હવે અમે કોઈ મસ્જીદ નહીં ખોઈએ. જ્ઞાન વ્યાપી મસ્જિદ હતી, છે અને કયામત સુધી રહશે.

#ज्ञानवापी मस्जिद थी, और क़यामत तक रहेगी इंशा’अल्लाहpic.twitter.com/stNp8gneyl

— Asaduddin Owaisi (@asadowaisi) May 16, 2022 “>

- Advertisement -

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ખંભાત અને હિંમતનગરમાં ગોડાઉનો તોડ્યા, મધ્યપ્રદેશમાં પણ મકાનો તૂટ્યા, દિલ્હીમાં દુકાનો તૂટી. કોંગ્રેસ પાર્ટી છે તેવું આપ કહો છો તો મને બતાવો કોંગ્રેસ પાર્ટી છે ક્યાં? લોકો કહે છે કે ઔવસીના આવવાથી ભાજપને ફાયદો થશે, તો હું કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે તમારી સરકાર ગુજરાતમાં ક્યારે હતી. મુસલમાનોની તકલીફ વખતે કોંગ્રેસ ક્યારે કેમ કંઈ બોલતી નથી. ભાજને હરાવવાની છે, કોણ કહેશે છે નથી હરાવવાની. મારી જિંદગીનો એક જ હેતુ છે કે મારી જમાતના લોકો જિલ્લા પરિષદ અને વિધાનસભામાં હોવા જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!