Saturday, October 1, 2022
Home Gujarat ગુજરાતનાં વિકાસનાં ગુણગાન ગાતા રાજકીય નેતાઓ ગાડા નીચેના ગલૂડિયાં છે...!!!

ગુજરાતનાં વિકાસનાં ગુણગાન ગાતા રાજકીય નેતાઓ ગાડા નીચેના ગલૂડિયાં છે…!!!

  • પોતાનો વિકાસ ન કર્યો હોય એવા એક નેતા તો બતાવો..???
  • રાજનીતિ ને ધંધો બનાવી બેઠેલા હજુ સેવાના ઢોંગ કરે છે..!!!
  • બે ટીમ ના ઢોંગી બાબાઓ ને પ્રજા સારી રીતે ઓળખે છે…!!
  • ત્રીજા ના નિવડયે વખાણ થઈ શકે…!!
  • પ્રજાને વારે વારે છેતરતા નેતાઓ “મુખમે રામ ઔર બગલ મે છૂરી”ને સફળતા ગણે છે…!!!
  • શાસકો એ પ્રજાની ચિંતા કરી નથી,ને વિપક્ષ લડાઈ નું પરિણામ ક્યારેય લાવી નથી…!!!

ગુજરાત ના પ્રજા સેવક બની બેઠેલા બહુરૂપી નેતાઓ ને હવે પ્રજા ઓળખે છે, “હું ખાતો નથી ને ખાવા દેતો નથી” આ સૂત્ર પ્રજાને એમ હતું કે નેતાઓ ને લાગુ પડે છે, પણ પ્રજાએ ભોળપણ માં સ્પષ્ટતા કરી નહિ, લાંબા સમયે સમજાયું કે પ્રજાને ખાવા દેતા નથી, ભૂખે મારવા ની વાત લઈ ને તાળીઓ પડાવી ગયા.કદાચ આજના નેતાઓ કરતા મદારી સારા, તેના પાસે લિમિટેડ પ્રયોગો છે,નેતાઓ ના પ્રયોગો ૨૭ વર્ષથી ખૂટતા નથી…

૧૯૯૫ પહેલા કોંગ્રેસ ની સ્થિતિ પણ આવી જ હતી,દાદાગીરી હતી,ખોટા કેસ કરી ફીટ કરી દેવામાં આવતા હતા, ખેડૂતો ઉપર ફાયરિંગ કરી ૧૬ લાશો ગાંધીનગર સચિવાલય પાસે ઢાળી હતી. ૧૬ ખેડૂતો ને માર્યા ઓછી મીટર હટાવ્યા, ફિક્સ બિલ આવ્યા, પણ ભાજપ શાસન માં ૧૪ પાટીદારો ને મોતને ઘાટ ઉતાર્યા પછી અનામત આપી… આ કામ નુકસાની વિના પણ થઈ શકતું હતું,ખુરશી ના જોરે એટલે કે ખીલાના જોરે કુદનારાં પોતાની તંગડી ઊંચી રાખવા પ્રજાને નીસાંભળવા કે સમજવા તૈયાર નથી…

- Advertisement -

ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર નું સૂત્ર લઈ ભાજપ રોડે ચડ્યું ને સફળતા મળી, એટલે કે ત્યારે પ્રજામાં ભય નો માહોલ હતો, ભૂખમરો હતો, ને ભ્રષ્ટાચાર સર્વોપરી હતો..પ્રજા ની દુખતી નસ દબાવી ને ભાજપ સત્તામાં આવ્યું. શું આ શાસન માં પ્રજા ભયભીત નથી..? નેતાઓ પણ, અધિકારીઓ પણ પુછડી પટપટાવે છે, લોકશાહી નેતાઓ માં જોવા ન મળતી હોય, ત્યારે પ્રજાને ક્યાંથી હોય, શું ભૂખમરો નથી..? અરે ઇન્જેક્શન માટે,ઓકસીજન માટે, દવા કે પલંગ માટે મોતને ભેટ્યા છે, હોસ્પિટલો એ બેફામ લૂંટ ચલાવી છે. શું ભ્રષ્ટાચાર નથી..? આઝાદ ભારત ના ઈતિહાસ નો સૌથી વધુ ભ્રષ્ટાચાર મોદી શાસન માં છે, ઓન રેકોર્ડ ભ્રષ્ટાચાર ચાલે છે, ચેક ડેમ કે તળાવ બનાવ્યા વિના ચુકવણા થાય છે, ધારાસભ્યો બે ત્રણ કરોડના બોગસ બિલો મૂકી પાસ કરાવે છે.

લોકપાલના આંદોલન ને ભાજપનું માત્ર સમર્થન નોતું, સત્તા પરિવર્તન માટે આંદોલન ભાજપે કરાવ્યું હતું… એ લોકપાલ ક્યાં..?

કોંગ્રેસે તો છેલ્લે સમાધાન કર્યું ને બિલ પાસ કર્યું, આઠ વર્ષ સત્તા ને થયા એ લોક પાલ, કે સિટીઝન ચાર્ટ બિલ ક્યાં..? કેટલા મૂર્ખ બનાવશો… મદારી બે પાંચ ખેલ કરી ચાલતો થાય, કેટલા ખેલ કરશો..? દેશના ટુકડા વેચાઈ રહ્યા છે,પણ એક નાગરિક ની વિનંતી છે, દેશનો દસ્તાવેજ કરવાની ભૂલ કે પાપ ન કરતા..એટલું બાકી રાખજો…!!!

નેતા તો પ્રજાનો ચાકર કે ગુલામ જેવો હોય, જે પ્રજાને સહન કરે, જ્યારે આજનો નેતા પ્રજાને ગુલામ બનાવે છે, પ્રજાને દમ દાટીઓ મારે છે, વારે વારે તંત્ર ના નામે ધમકીઓ આપતા ફરે છે… કોઈક ના ઓટલા તોડે, કોઈક ના છાપરા,આ કામ નગર પાલિકા નું છે, બનતા પહેલા ખૂબ વિકાસ ની વાતો કરી હોય, પણ એક વાર ચુંટાયા પછી સરપંચથી લઇ વડા પ્રધાન સુધી સૌ પોતાની સધ્ધરતા મજબૂત કરે છે, ક્યાં નેતા માત્ર સેવા કરેછે..?? એક તો બતાવો..?

- Advertisement -

રાજનીતિ ને ધંધો બનાવી દીધા પછી બંને પાર્ટીઓ સત્તા બદલાય ને એક બીજા ના પાપ ઢાંકે છે,કેટલા ને પકડી ને જેલમાં પૂર્યા,કે સજા કરવી..?? માત્ર રાજનીતિ ના નાટકો જાદુગર કે મદારી ને વધી ગયા છે,મદારી કે જાદુગર પાસે ખેલ ની મર્યાદા હોય છે, એટલે તો ત્રણ કલાક નો ખેલ રાખે છે, પણ આ મોટા મદારીઓ વર્ષો સુધી ખેલ કર્યે રાખે છે,બતાવ્યા રાખે છે,પ્ રજાને ઉલ્ટા ચશ્મા પહેરવ્યે રાખે છે..!!!

દેશ ની કે રાજ્ય ની પ્રજા પરસેવો પાડે,મહેનત કરે, કામ કરે,પોતાની કમાણી નો હિસ્સો સરકારી તિજોરી પણ ભરે,પણ પ્રજાના સેવકો પ્રજા ની સેવા ના બદલે પોતાનું કદ વધારવા, પોતાની સંપત્તિ વધારવા,પોતાના બિઝનેસ વધારવા માં તિજોરી લૂંટાવે છે,સત્તા પરિવર્તન સમયે અન્ના આંદોલન “લોકપાલ” ની માંગ સાથે હતું,ભ્રષ્ટાચાર સામે નો દેશ વ્યાપી જંગ હતો, કોંગ્રેસે છેલ્લે સમાધાન કરી લોક પાલ બિલ પાસ કર્યું..સત્તામાં ભાજપ આવ્યું, આઠ વર્ષ થયાં લોક પાલ ક્યાં..? સીટીઝન ચાર્ટ બિલ ક્યાં..? કોંગ્રેસ એ મુદ્દાઓ કેમ નથી ઉઠાવતી, લોક પાલ લાગુ કરવા ફરજ કેમ નથી પાડતી..? ભ્રષ્ટાચાર સામે કોઈ નો જંગ નથી,માત્ર પ્રજા ને છેતરવા ના જાદુઈ નુસ્ખા છે. વિકાસ કોઈ નેતાએ નથી કર્યો,પણ ભ્રષ્ટાચાર તો નેતાઓ ની મરજી વિના નથી થયો…

ભાજપ અને કોંગ્રેસ ને પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે,ત્રીજા ના નીવડ્યે વખાણ થાય. દરેક રાજનેતા ની વાત “મુખ મે રામ ઔર બગલ મે છૂરી” કહેવત ને સાર્થક કરે છે,બોલે કઈક ને કરે કઈક..પણ પરિવર્તન જરૂરી છે… કોંગ્રેસ ના અગાઉના શાસન ના ભય,ભૂખ, ભ્રષ્ટાચાર ને ઓવર ટેક આ શાસકો કરી ચૂક્યા છે, માટે હવે ખમૈયા કરો,કહેવાનો સમય આવી ગયો છે..!!!!

વિપક્ષ માત્ર કરવા ખાતર વિરોધ ના નાટકો કરવા માટે નથી,શાસકો રસ્તો ચૂકે તો ચોકડુ નાખવા નું કામ વિપક્ષ નું છે, વિરોધ એટલો કરવો જોઈએ કે સરકારે ખોટા નિર્ણયો પડતા મૂકવા પડે…!!!

– લાભુભાઈ કાત્રોડીયા
- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!