Tuesday, September 27, 2022
Home Gujarat Surat : કાપોદ્રામાં બે વર્ષના પુત્ર સાથે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત...

Surat : કાપોદ્રામાં બે વર્ષના પુત્ર સાથે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરતા પરિવારજનોમાં શોક

  • કાપોદ્રામાં બે વર્ષના પુત્ર સાથે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત : તનાબેન ગજેરાનું મગજ ગરમીના દિવસોમાં બરાબર કામ કરતું ન હોવાથી પગલું ભર્યાનું પોલીસનું અનુમાન પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

બે વર્ષના પુત્ર સાથે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત

સુરતના કાપોદ્રામાં બે વર્ષના પુત્ર સાથે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ચેતનાબેન ગજેરાનું મગજ ગરમીના દિવસોમાં બરાબર કામ કરતું ન હોવાથી પગલું ભર્યાનું પોલીસનું અનુમાન પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના બે વર્ષના બાળક સાથે ગરમી નીકળી ગયા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી હતી. જોકે પોલીસને ઘટનાની જાણ થતા પરિણીતા અને તેના પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું કરૂણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયુ હતુ.

પરિવારનું કહેવું મગજ બરાબર નહી રહેતા આ પ્રકારનું પગલું ભર્યું

પરિવારનું માનવું છે કે, ગરમીના દિવસોમાં મગજ બરાબર નહી રહેતા આ પ્રકારનું પગલું ભર્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફિયા સર્કલ નજીક એક મહિલા તેના બે વર્ષના બાળક સાથે જેરી દવા પીધેલી હાલતમાં બેભાન અવસ્થામાં પડેલી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકો સર્કલ પાસે એકત્ર થયા હતા. ઘટનાની જાણકારી લોકોએ કાપોદ્રા પોલીસને આપતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે ધસી ગયા હતા. ત્યારે મહિલા અને બાળક બેભાન હાલતમાં હોવાથી તરત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મહિલાના મોત બાદ આજે વહેલી સવારે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલા અને બાળકા ઓળખ થાય તે માટે પોલીસની ટીમે આસપાસના વિસ્તારમાં અને સોસાયટીમાં તપાસ કરી હતી. બાદમાં પોલીસ મથકોમાં આ અંગે વાયરલેસ પર મેસેજ પાસ કર્યો હતો.

મામલો પોલીસ મથકે પહોંચ્યો

- Advertisement -

તે દરમિયાન સરથાણા પોલીસ મથકમાં મહિલા અને બાળક ગુમ થવા અંગેની જાણ કરવા તેમના પરિવારના સભ્યો અને સબંધી પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેઓનેે સ્મીમેર હોસ્પિટલ જવાનું કહ્યુ હતુ. પરિવાર તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયું હતું મહિલા અને બાળકની ઓળખ થઈ હતી. મહિલાનું નામ ચેતના જીગ્નેશ ગજેરા અને તેમનો બે વર્ષનો પુત્ર અંશ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ચેતના મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની હતા. તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. તેમના પતિ હીરાના કામ સાથે સંકળાયેલા છે. જોકે ગરમીના દિવસોમાં ચેતનાનું મગજ બરાબર રહેતુ ન હોવાથી આ પગલુ ભર્યુ હોવાની શકયતા પરિવારે દર્શાવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પરિણીતાના પતિને પૂછપરછ કરતા પોતાની સાથે ફોન પર વાતચિત કરી હતી. જેમાં પુત્રની તબિયત બરાબર નહી હોવાનું ચેતનાએ કહ્યુ હતુ. ત્યારબાદ ચેતનાએ પડોશીઓને કચરો નાખવા જવાનું કહીને પુત્રને લઇને ઘરની બહાર ગઇ હતી. જોકે ધણા સમય સુધી તે પરત નહી આવતા પરિવાર સહિતના લોકોએ શોધખોળ કરી હતી. પણ તેની ભાળ નહી મળતા તેમના પરિવારજનો સરથાણા પોલીસ મથકમાં ગયા હતા. બાદમાં આ બનાવ અંગે જાણ થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

આ પણ વાંચો : Hardik Patel quits Congress : હાર્દિક પટેલના રાજીનામાં બાદ પાટીદાર નેતા લાલજી પટેલની તીખી પ્રતિક્રિયા

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!