Saturday, October 1, 2022
Home Gujarat Ahmedabad અમદાવાદ : તળાવોના વિકાસ કરવા માટે કરોડોની ગ્રાન્ટ મળવા છતાં હાલત ખરાબ

અમદાવાદ : તળાવોના વિકાસ કરવા માટે કરોડોની ગ્રાન્ટ મળવા છતાં હાલત ખરાબ

અમદાવાદ શહેરના તળાવોને ઇન્ટરલિંકિંગ પદ્ધતિ જોડીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાની યોજના માટે કરોડોની રકમ જોગવાઈ બાદ પણ નિષ્ફળ થઇ રહી છે.

ગુજરાતનું સૌથી મોટું સ્માર્ટ શહેર અમદાવાદમાં વસ્તી વધવાની સાથે સાથે વિસ્તાર વધી રહ્યો છે તેમ તેમ અમદાવાદ શહેરમાં આવેલા તળાવોની સ્થિતિ વધુ વધુ હાલત ખરાબ થતી જઈ રહી છે. દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના તળાવો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે તેમ છતાં પણ તળાવોની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો નથી અને દિવસે દિવસે તળાવોની હાલત ખુબ જ ખરાબ થતી જાય છે.

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા કમિશનરના બજેટમાં ગયા વર્ષે કમિટી દ્વારા 10 કરોડનો વધારો કરવામાં આવ્યો હતો અને 24 કરોડની ગ્રાન્ટ વધીને કુલ 34 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી તેમ છતાં હાલમાં શહેરમાં આવેલા મેમનગર, મલાવ, સરખેજ જેવા અનેક તળાવ પાણી વગરના અને અત્યંત દયનિય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં વર્ષ 1960માં 204 જેટલા નાના મોટા તળાવ હતા જે વર્ષ 2000ની સલમા ઘટીને 137 જેટલા રહી ગયા છે.

- Advertisement -

તળાવોના વિકાસના નામે અધધ જેટલી રકમ ફાળવણી કરવામાં આવી રહી હોવા છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર જ છે. અમદાવાદ શહેરમાં જુદા જુદા તળાવો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેમ છતાં વિકાસ થયો નથી. શહેરના ગોટા વિસ્તારના તળાવમાં 5.09 કરોડ, શકરી માટે 3.09 કરોડ, ચંડોળા માટે 3 કરોડ, ચાંદખેડા માટે 1.50 કરોડ અને આવડીયા માટે 1.50 કરોડ જેટલી રકમ ફાળવામાં આવી હતી…

અમદાવાદ શહેરમાં આવેલા તળાવમા ડ્રેનેજના પાણીને શુદ્ધ કરવા માટે પાંચ કરોડ જેટલી રકમ ફાળવામાં આવી હતી અને તળાવના પાણીમાં નાખવા માટે મીની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાં પાંચ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી. હાલ તળાવોના પાણી ગટરના પાણી તથા ગંદકીથી લથપથ થયેલા જોવા મળી રહ્યા છે. તંત્રના આયોજનના અભાવે શહેરના તળાવોને ઇન્ટરલિંકિંગ પદ્ધતિ જોડીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાની યોજના માટે કરોડોની રકમ જોગવાઈ બાદ પણ નિષ્ફળ થઇ રહી છે…

અમદાવાદ શહેરના તળાવોને ઇન્ટરલિંકિંગ પદ્ધતિ જોડીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાની યોજના માટે કરોડોની રકમ જોગવાઈ બાદ પણ નિષ્ફળ થઇ રહી છે.
- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!